PMO Fake Officer : જમ્મુ-કાશ્મીરમાંથી પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને પીએમઓનો અધિકારી હોવાનું જણાવી રહ્યો હતો. ગુજરાતના રહેવાસી આ શખ્સનું નામ કિરણ પટેલ છે. તે પાતોને પીએમઓનો એડિશનલ ડિરેક્ટર જણાવી રહ્યો હતો. એટલું જ નહીં આ ઠગને ઝેડ પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ મળી રહી હતી. તે હંમેશાં ફાઈવ સ્ટાર હોટલમાં જ રોકાતો હતો. ગુજરાતના એક મહાઠગ આખો મહિનો નકલી આઈડી સાથે સરકારી પૈસા આખું કાશ્મીર ફર્યો. સરકારના આંખમાં ધૂળ નાંખી ગુજરાતનો મહાઠગ સરકારી પૈસે આખું કાશ્મીર ફર્યો, ને છેક LOC સુધી પહોંચ્યો, પણ કોઈને ખબર ન પડી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી તેણે કાશ્મીરમાં અનેક લોકોને ઉલ્લુ બનાવ્યા
પોતાને PMOમાં અધિકારી ગણાવતો એક શખ્સ જમ્મુ કાશ્મીરથી ઝડપાયો છે. શ્રીનગર પોલીસે ગુજરાતના મહાઠગ કિરણ પટેલની ધરપકડ કરી છે. જે પોતે PMO માં એડિશનલ ડાયરેક્ટર હોવાની ઓળખ આપતો હતો. સરકારી મોટા ગજાના અધિકારી તરીકે ઓળખ આપી તેણે કશ્મીરનો પ્રવાસ કર્યો. કિરણ પટેલ લાલ ચોક, સેનાની કમાન પોસ્ટ સુધી ગયો હતો. ચોંકાવનારી બાબત તો એ છે કે તે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રતિબંધિત સ્થળોનો પણ પ્રવાસ કર્યો. તેણે ફુલ પ્રોટોકોલ અને સુરક્ષા સાથે મોજ મસ્તી કરી. અધિકારીઓ સાથે અનેક બેઠકો પણ કરી. ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી તેણે કાશ્મીરમાં અનેક લોકોને ઉલ્લુ બનાવ્યા. સરકારી અધિકારીઓના આંખમાં ધૂળ નાંખી. છતાં કશ્મીરના અધિકારીઓ પણ ઠગને ઓળખી ન શક્યા. CID ની તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવી છે. 


સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવેની વધુ એક ભાવુક પોસ્ટ, દર્દભરી હિન્દી શાયરી લખી


તેને 24 કલાક ઝેડ પ્લસ સુરક્ષા અપાતી
આ મહાઠગ કિરણ પટેલ પર ગુજરાતમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ લાગ્યો છે. કશ્મીરની સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ. આ ચુક મામલે કશ્મીરના બે અધિકારી પર મોટી કાર્યવાહી થઈ શકે છે. મહાઠગ કિરણ પટેલા સાથે એક મહિલા પણ હતી. તે અહીંના તમામ પર્યટન સ્થળો સુધી પહંચ્યો, ચંકાવનારી તો તે એ છે લાઈન ઓફ કન્ટ્રોલ સુધી પહોંચી ગયો. ફુલ પ્રોટોકોલ સાથે ઝેડ પ્લસ સુવિધા આપવામાં આવતી હતી. જેની ચારેતરફ સિક્યોરિટી જવાન રહેતા. તેની સાથે સબઈન્સ્પેક્ટર રેન્કનો અધિકારી રહેતો. સ્ટેટ રેન્કનો ઓફિસર વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવા તેની સાથે રહેતો. 


બેશરમ પ્રેમી : કોર્ટમાં કહ્યું, મારી ગર્લફ્રેન્ડને તેના પતિથી છોડાવીને મને સોંપી દો


અમદાવાદમાં અહીં ખૂલી ઝૂલતી રેસ્ટોરન્ટ, હવે વિદેશની જેમ હવામાં બેસીને જમી શકાશો