સુરત: જો તમારુ સંતાન ફ્રી ફાયર અને પબજી ગેમના રવાડે છે તો આ કિસ્સો તમારા માટે ખુબ જ મહત્વપૂર્ણ છે. અંકલેશ્વરના એક ગામની કિશોરીનું ફ્રી ફાયર ગેમના રવાડે ચઢતા અપહરણ થયું છે. સાંભળીને ઝાટકો લાગ્યોને... પણ જી હા..ભરૂચ પોલીસે સૂઝબૂઝથી બેસ્ટ બંગાળ પહોંચતા પહેલા કિશોરીને બચાવી લેવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં LCBએ કર્ણાટક ખાતેથી વિધર્મી નરાધમને ઝડપી પાડી જેલભેગો કર્યો છે. પોલીસે નરાધમ અસદુલ અપચાર ગાઝીને ઝડપી અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અંકલેશ્વરના એક ગામની કિશોરી ફ્રી ફાયર ગેમના માધ્યમમાં આવી હતી અને ત્યાર બાદ પશ્ચિમ બંગાળના યુવાનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ આ યુવાને ધોરણ 10મા અભ્યાસ કરતી કિશોરીનું અપહરણ કરી લીધુ હતું. જો કે, પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી કિશોરીને મુક્ત કરાવી હતી.


જોકે, ભરૂચ પોલીસે સૂઝબુઝથી કિશોરીને બંગાળ પહોંચતાં બચાવી છે. ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કર્ણાટકથી એક વિધર્મી નરાધમને ઝડપી પાડ્યો છે. પૂછપરછમાં આ નરાધમનું નામ અસ્દુલ અપચાર ગાઝી હોવાનું ખુલ્યું છે. પોલીસે આરોપી સામે અપહરણ, પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. તો બાળકોને લાગેલી મોબાઈલની લત પરિવારને કેવી રીતે ભારે પડી શકે છે તેનો આ ચોંકાવનારો દાખલો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube