Surat News ચેતન પટેલ/સુરત: સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલા લોકો માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોબાઈલની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ 20 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજના ટેક્નિકલ યુગમાં મોબાઈલ એક એવી વસ્તુ છે, જેના વિના લોકોને જરાય ચાલતું નથી. પરંતુ આ વસ્તુ પણ એક મર્યાદા સુધી ઉપયોગ કરવાની રહેતી હોય છે. જે ક્યારેક આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને નાની ઉમરના બાળકોથી લઈ યુવાઓના મોબાઈલનું ઘેલું ઘર કરી ગયું છે. જ્યાં સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલ આજની યંગસ્ટર્સ પેઢી માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. 


વિપુલ ચૌધરીએ પાટીદાર સમાજ સામે ઝેર ઓક્યું, કડવા અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે


મળતી માહિતી અનુસાર, સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષીય દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.પરિવારના જણાવ્યાનુસાર,20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલની આદિ બની ગઈ હતી.જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી.જે દરમ્યાન તેણીનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા ગયા હતા.જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી.પરંતુ તેણીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહિ આવતા છેલ્લા બે માસથી માનસિક વિભાગના તબીબ પાસે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યાં માનસિક ની દવા પણ તેણીની ચાલી રહી હતી.છેલ્લા એક માસથી તેણી પાસેથી મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો.જ્યાં ગત રોજ કારખાનેથી આવ્યા વાળ તેણીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.


ભરૂચ મુદ્દે કોંગ્રેસે કહી આ વાત, ‘ગઠબંધનમાં કેટલુંક આપવું અને કેટલુંક લેવું પડે છે’


સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડ ખાતે રહેતા અને જરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાણા પરિવારની 20 વર્ષીય દીકરીએ મોબાઈલ લતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી યુવતીના અણધાર્યા પગલાં ને લઈ પરિવાર પર આભ તૂટી પડ્યું છે.સુરતમાં સામે આવેલ આ કિસ્સો, મોબાઈલમાં સતત વ્યસ્ત રહેતા અને મોબાઇલની લતના આદિ બની ચૂકેલા લોકો માટે પણ ઘાતક સમાન સાબિત થઈ શકે છે.જે લોકોએ પણ હમણાંથી ચેતી જવાની જરૂર છે અન્યથા તબીબની સારવાર લેવાની જરૂર છે


સુરતની અઠવા પોલીસે યુવતીના આપઘાત કેસ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.પોલીસે આપઘાત કેસમાં પરિવારજનોના નીવેદન નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે.


કડવા પાટીદાર સમાજ હવે ક્રાંતિના માર્ગે, કુરિવાજો દૂર કરવા હવે મહિલાઓ આવી મેદાનમાં