ઉદય રંજન/અમદાવાદ: ગુજરાતી રોકાણકારોને ઊંચું વ્યાજ આપવાની લાલચે કરોડોનું ફુલેકુ ફેરવનાર દંપતીની સીઆઈડી ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા 5 વર્ષથી 3000 કરોડથી વધુનું કૌભાંડ આચરી ફરાર થયેલા દંપતીની લખનૌથી ધરપકડ કરવામા આવી છે. જોકે આ ગુનાના અન્ય 5 આરોપી ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકીય વર્તુળમાં મોટું વાવાઝોડું, શક્તિસિંહ ગોહિલ બન્યા ગુજરાત કોંગ્રેસના નવા સુકાની


વિશ્વામિત્ર ઇન્ડિયા પરિવાર લિમિટેડના નામે ગુજરાત સહિત દેશભરમાં 650થી વધુ બ્રાન્ચ ખોલી 12 થી 18 ટકા નફો આપવાની લાલચે રોકાણ કરાવી 3000 કરોડનું ફૂલેકું ફેરવનાર મુખ્ય આરોપી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. CID Crimeના આર્થિક ગુના નિવારણ શાખા છેલ્લા પાંચ વર્ષથી ફરાર મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદની શોધખોળ કરતી હતી. તેવામાં આરોપી લખનઉમાં છુપાયો હોવાની માહિતી મળતા ગુજરાત પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે કૌભાંડી દંપતી અને તેના સાગરીતોએ મળી માત્ર ગુજરાતમાંથી જ 300 કરોડથી વધુનું ફૂલેકું ફેરવ્યું હતું. જેમાં હજારો રોકાણકારો રાતા પાણીએ રડ્યા હતા.


ચક્રવાતે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતના આ વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદની આગાહી


CID Crime ના આર્થિક ગુના નિવારણ શાખા માં વર્ષ 2018 માં ફરિયાદ નોંધવામાં આવી હતી કે આરોપી ઓએ એક કરોડ 22 લાખનું રોકાણ કરાવી એક પણ રૂપિયો વળતર આપ્યા વિના ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સીઆઇડી ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ બાદ છેલ્લા પાંચ વર્ષથી આ ગુનાના તમામ સાત આરોપીઓ નાસ્તા ફરતા હતા.


છીં..છીં...છીં...મા કસમ!!! Video જોઇને ચીતરી ચડી જશે; બાળકો જમવામાં દેખાઈ ગરોળી...


મહત્વનું છે કે ઝડપાયેલા આરોપી દંપતી મનોજકુમાર લક્ષ્મીચંદ ચાંદ અને તેની પત્ની બંધના ચાંદ વિરુદ્ધ દેશભરમાં 70 થી વધુ ફરિયાદો નોંધાય છે. જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કલકત્તા હરિયાણા સહિત cbi માં પણ પાંચ ગુના નોંધાયા છે. જોકે એક પણ રાજ્યની પોલીસ આરોપી સુધી પહોંચી શકી ન હતી. ત્યારે ગુજરાત પોલીસની cid પોહચી હતી અને ધરપકડ પણ કરી લીધી હતી.


AAPના નેતા ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની મુશ્કેલી વધી! જાણો ક્યા કેસમાં પોલીસે પાઠવ્ય


કરોડોનું કૌભાંડ આજની ફરાર થયેલા દંપતીની શોધખોળ કરી ધરપકડ કર્યા બાદ હકીકત સામે આવી કે મૂળ ગોરખપુરનું આ દંપતીએ કલકત્તામાં અંદાજિત 700 કરોડની પ્રોપર્ટી વસાવી હતી. તે તમામ સંપત્તિ કલકત્તાના આર્થિક ગુના નિવારણ શાખા અને સેબી દ્વારા કબજે લેવામાં આવી છે. સાથે જ પોલીસને શંકા છે કે આરોપીઓની ધરપકડ બાદ વધુ કેટલાક ભોગ બનનાર લોકો સામે આવી શકે છે.


સુરતના આર્ટિસ્ટે PM મોદીની તસવીર સોનાના ચમકથી ઝળહળી! લોકોમાં બની આકર્ષણનું કેન્દ્ર