રવિ અગ્રવાલ/વડોદરા :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે દેશની જનતાને હર ઘર તિરંગા અભિયાન આપ્યું છે. ત્યારે હવે વિદેશ પાર પણ તિરંગો લહેરાવાઈ રહ્યો છે. હર ઘર તિરંગા અંતર્ગત ગુજરાતીઓએ કેનેડામાં તિરંગો લહેરાવ્યો છે. આઝાદી કા અમૃત મહોત્સવમાં કેનેડામાં વસતા ગુજરાતીઓ પણ જોડાયા છે. વડોદરા સહિત રાજ્યના જુદાજુદા વિસ્તારના ગુજરાતીઓએ ભેગા થઈ આ કાર્યક્રમ યોજ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર ભારતમાં જ નહિ, વિદેશની ધરતી પર પણ દેશભક્તિની ઉજવણી થઈ રહી છે. કેનેડાના બ્રેમ્પટન શહેરમાં રહેતા ગુજરાતીઓ દ્વારા બ્લુ માઉન્ટેન પર તિરંગો લહેરાવી તેને સલામી આપવામાં આવી હતી. 15 ઓગસ્ટ પહેલાના વિક એન્ડમાં જ ગુજરાતીઓએ દેશભક્તિની ઉજવણી કરી. આમ, કેનેડામાં વસતા ગુજરાતીઓ પણ દેશભક્તિમાં રંગે રંગાયા છે. બ્લુ માઉન્ટેન પર તિરંગો લહેરાવી સલામી આપી રાષ્ટ્રગાન પણ કર્યું. આમ, કેનેડામાં ભારત પ્રેમ જીવંત રાખ્યો. 


આ પણ વાંચો : ગોઝારો રવિવાર : દશામાના વિસર્જન સમયે વિવિધ સ્થળે 6 ના મોત 


ભારત સરકારે આ 75મા સ્વતંત્રતા દિવસ પર ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનું અભિયાન શરૂ કર્યુ છે. જે નાગરિકો 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી ધ્વજ ફરકાવશે તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સરકાર આવા દેશભક્ત નાગરિકોને માન્યતા આપશે. સત્તાવાળાઓએ હર ઘર તિરંગા ઝુંબેશ અને તેના પ્રમાણપત્રને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી નાગરિકોને આપવા માટે harghartiranga.com પર એક પોર્ટલ પણ શરૂ કર્યું છે. આ આર્ટિકલ માં અહીં બધી વિગતો અને Har Ghar Tiranga Certificate Download લિંક જોવા મળશે. તમે આ લેખને હર ઘર તિરંગા ગુજરાતી નિબંધ તરીકે પણ લખી શકો છો.