ગુજરાતી મની હેઇસ્ટ! બેંકના લાખો રૂપિયા લઇ કર્મચારી ફરાર, પછી મૃત હાલતમાં મળ્યો
SBI બેન્કમાંથી 3 મહિના પહેલા 43 લાખની ઉચાપત કરનાર વિજય દાણીધારીયાએ એક મંદિરમાં જઈને આત્મહત્યા કરી લેતા ચકચાર ફેલાઈ છે. જો કે વિજયે શા માટે આત્મહત્યા કરી અને એવું તો શું થયું કે વિજયે બેન્કના 43 લાખની રૂપિયા ઉચાપત કરી તે કારણ ચોંકાવનારુ છે.
નરેશ ભાલિયા/જેતપુર : SBI બેન્કમાંથી 3 મહિના પહેલા 43 લાખની ઉચાપત કરનાર વિજય દાણીધારીયાએ એક મંદિરમાં જઈને આત્મહત્યા કરી લેતા ચકચાર ફેલાઈ છે. જો કે વિજયે શા માટે આત્મહત્યા કરી અને એવું તો શું થયું કે વિજયે બેન્કના 43 લાખની રૂપિયા ઉચાપત કરી તે કારણ ચોંકાવનારુ છે.
આ દ્રશ્યો તમને વિચલિત કરી શકે છે, રાજકોટમાં અસામાજીક તત્વો બેખોફ પોલીસ હવે મૃતપ્રાય અવસ્થામાં
શું હતી ઘટના ક્યારે બની ઘટના?
જેતપુરની સ્ટેટ બેન્કમાં 3 મહિના પહેલાની ઘટના છે. અહીં છેલ્લા 12 વર્ષથી નોકરી કરતા એક કર્મચારીએ બેન્કના CDM મશીનમાંથી 43 લાખ રૂપિયાની ઉચાપત કરીને ગુમ થઇ ગયેલ હતો. પોલીસ અને બેન્ક બન્ને તેને શોધી રહી હતી. જો કે વિજયે જતા પહેલા તેણે એક ચીઠી પણ લખી હતી કે આ કામ તે પોતે એક જ કરી રહયો છે. આ કામ માટે કોઈ જવાબદાર નથી.
ભાજપના ભુવાજી: ધારાસભ્યને મતદારે સ્વપ્નમાં આવીને કહ્યું મારૂ મરણ થવાનું છે તમે આવીને મળી જાઓ
જેતપુરની જૂનાગઢ રોડ ઉપર આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો વિજય દાણીધારીયા બેંકનો જ કર્મચારી હતો. વિજય સ્ટેટ બેન્કમાં છેલ્લા 12 વર્ષથી પણ વધારે સમયથી નોકરી કરતો હતો. બેન્કના ગ્રાહકોનો તે માનીતો હતો. દરેક ગ્રાહકને તે ખુબજ માન સાથે આવકારવા સાથે તેના કામ ખુબ જ સરસ રીતે કરી આપતો હતો. સાથે બેન્કનો પણ વફાદાર કર્મચારી હતો. બેન્કના ખુબ જ વિશ્વાસ પાત્ર કામ તે કરતો હતો અને તને હિસાબે તને બેન્કના કેશનો હેડ બનવ્યો હતો. બેન્ક કેસ હેડ હોવાથી તમામ રોકડ તેની નજર નીચેથી આવજા કરતી હતી. જેનો તેણે લાભ ઉઠાવી બેંકમાં રાખવામાં આવેલ CDM મશીનમાંથી કે દિવસ 43 લાખ રૂપિયા જેટલી રકમ ઉઠાવીને ફરાર થઇ ગયો હતો.
શા માટે આટલી મોટી રકમ ની ઉચાપત કરી?
43 લાખ રૂપિયાની રકમ ની ઉચાપત બાદ ગુમ થયેલ વિજય ને એવીતે શું જરૂર પડી કે તેણે બેન્કની આટલી મોટી રકમની ઉચાપત કરવી પડી, જયારે વિજયનીઆ બાબતમાં લોકો પાસેથી જાણકારી મળી તો તેમાં સુખી સંપ્પન પરિવારમાંથી આવતા વિજયને જુગાર આંકાડા અને ક્રિકેટ મેચના સટ્ટા લઈ લત હતી તેવી પણ ચર્ચા છે. જેમાં ક્રિકેટના મેચના સટ્ટામાં મોટી રકમ તે હારી ગયો હોવાની વાતને લઈને તેણે બેન્કમાંથી આટલી મોટી રકમની ઉચાપત કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
ઉતરાયણનાં દિવસે ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો માત્ર વ્હોટ્સએપ કરજો, સીધી લાલ લાઇટ વાળી ગાડી આવી જશે
વિજય છેલ્લા 3 મહિનાથી બેન્કના 43 લાખ રૂપિયા સાથે ગુમ હતો. જેતપુર પોલીસ રાજકોટ LCB સહિતની ટિમો તેની શોધખોળ ચાલવી રહ્યાં હતા, ત્યારે અચાનક જ ગત રોજ તને વીરપુરના નેશનલ હાઇવે ઉપર આવેલ કે મંદિરના ઓટલે તેને સૂતેલો જોવા મળ્યો હતો. જયારે સ્થાનિક અને વીરપુર પોલીસે તપાસ કરી તો વિજયનું અવસાન થઇ ચૂક્યું હતું. વિજયના મૃતદેહ પાસેથી એક થમ્સઅપની બોટલ એક પાણીની બોટલ મળી આવી હતી. પ્રાથમિક તપાસ માં તેણે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું હતું.
વિજયના મૃતદેહ અને વિજયના પોકેટમાંથી એક ચીઠી પણ મળી કે, આ કૃત્ય કરવા માં માત્રે તે પોતેજ જવાદાર છે માટે આ માટે કોઈ ને હેરાન ન કરવા. હાલતો જેતપુર પોલીસ આ બાબતે તપાસ કરી રહી છે. વિજયને જુગાર અને મેચના સટ્ટાની લત ખુબજ ભાર પડી હતી. આ લતને કારણે વિજયની નોકરી ગઈ અને જીવ પણ ગયો સાથે તેનો પરિવાર નોધારો થઇ ચુક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube