ઝી બ્યૂરો, અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ પર બેમ ઝડપે જેગુઆર કાર હંકારી એકસાથે નવ લોકોને ઉડાવી મોતને ઘાટ ઉતારવાનો તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ વિરુધ્ધનો કેસ બુધવારથી અમદાવાદ ગ્રામ્યના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ ડી.એમ.વ્યાસની કોર્ટમાં ઓપન થયો હતો. સરકાર પક્ષ દ્વારા કેસના મહત્ત્વના દસ્તાવેજી પુરાવાઓનું લિસ્ટ કોર્ટના રેકર્ડ પર રજૂ કરવામાં આવ્યું હતું. બીજી તરફ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે ગંભીર કલમોની જગ્યાએ સામાન્ય ક્લમો હેઠળ ચાર્જફ્રેમ કરવા(કલમ ઘટાડવા) માટે અરજી કરી હતી. જેની સુનાવણી આજેકાલે ગુરુવારે હાથ ધરાશે. જેમાં સરકાર જવાબ રજૂ કરશે. નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે કુલ ૧૬૮૪ પાનાનું ચાર્જશીટ ૨૭મી જુલાઈના રોજ ગ્રામ્ય કોર્ટમાં દાખલ કર્યુ હતું. જેમાં ૧૯૧ સાક્ષીઓ પુરાવા રજૂ કરવામાં આવ્યા સહિતના હતા. ત્યારબાદ થોડા દિવસો પહેલાં જે પોલીસે વધુ એક 500 પાનાનું પુરવણી ચાર્જશીટ રજૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇસ્કોન બ્રિજ કેસમાં બુધવારે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલને વીડિયો કોન્ફરન્સ મારફતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે બન્નેના એડવોકેટે બીજી તરફ તથ્ય પટેલે આ કેસમાં તેને આઇપીસી ક્લમ-૩૦૪ અને ૩૦૮માંથી બિનતહોમત છોડી મૂકવા માટે માગણી કરતી ડિસ્ચાર્જ અરજી દાખલ કરી છે. 


જેમાં એડવોકેટ રોહિત વર્માએ એવી રજૂઆત કરી છે કે, અરજદાર વિરુધ્ધ લાગુ પાડવામાં આવેલી કલમ-૩૦૪ અને ૩૦૮ના ગુનાઈત તત્ત્વો સંતોષાતા નથી, તેથી તે લાગુ પડી શકે નહીં. પ્રસ્તુત કેસમાં સાપરાધ મનુષ્ય વધના ગુનાઈત તત્વો પ્રસ્થાપિત થતા ન હોઇ આરોપી વિરુધ્ધ કલમ-૩૦૪ અને ૩૦૮ના બદલે આઇપીસીની કલમ-૩૦૪(એ) હેઠળ ચાર્જ ફ્રેમ થવો જોઇએ. જ્યારે પ્રજ્ઞેશ પટેલ સામે આઈપીસીની કલમ ૫૦૪ (ધમકી)આપ્યાની કલમો સિવાયની કલમોમાંથી ડિસ્ચાર્જ કરવા માટે અરજી કરી છે. જોકે, કોર્ટે આ બન્ને અરજીની વધુ સુનાવષ્રી ગુરુવાર પર મુકરર કરી હતી અને સરકારપક્ષને તેમનો જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો.