ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં હાલ ભલે શિયાળાની સિઝન ચાલી રહી હોય પણ વાતાવરણમાં સતત પલટો જણાઈ રહ્યો છે. ભરશિયાળે પણ દિવસે ઠંડી અને બપોરે ગરમીને અહેસાસ થઈ રહ્યો છે. તો વળી એક જ દિવસમાં સાંજ પડતા વાદળછાયું વાતાવરણ પણ ઉભરી આવે છે. આવી સ્થિતિમાં કઈ ઋતુ ચાલે છે એ નક્કી કરવું પણ અઘરું પડી ગયું છે. એવામાં થઈ છે એક અઘરી આગાહી. આગામી દિવસોમાં ગુજરાતમાં પડી શકે છે માવઠું. માત્ર માવઠું જ નહીં રીતસર ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ અને કરા પણી પડી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગાહીકાર અંબાલાલ પટેલે ઝી24કલાક સાથેની વાતચીતમાં જણાવ્યુંકે, આગામી દિવસોમાં ગુજરાતના વાતાવરમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. આગામી 23 ડિસેમ્બર 2023 બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે જેની સીધી અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ખાસ કરીને ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં કરા, ગાજવીજ સાથે વરસાદ થઈ શકે. અંબાલાલ પટેલની આ પ્રકારની આગાહીથી જગતના તાતની દશા બેસી જશે. કારણકે, માવઠાનો માર સહિતને પડી ભાગેલાં જગતના તાત પર આ આગાહી પડતા પર પાટુ સમાન સાબિત થઈ શકે છે.


આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, ગુજરાતમાં હાલ પુરતી વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની સ્થિતિ પાછી ઠેલાઈ છે. તેથી હાલ માવઠું નહીં પડે પણ આગામી દિવસોમાં તૈયારી રાખવી પડશે. વેસટર્ન ડિસ્ટર્બન્સની અસર ધીમી પડતા નાતાલ સુધીમાં માવઠાની શક્યતા છે.


ઠંડી અંગે અંબાલાલ પટેલે શું કહ્યું?
ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થઈ શકે છે.
23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે.


અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુંકે, 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. કરા, ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે. 23મીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે. ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે. આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.