Indians In America : અમેરિકામાં એક ગુજરાતણે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. ફૂડ ટ્રકના બિઝનેસ બાદ ટેકનોલોજીમાં સ્ટાર્ટ અપ ચલાવતી ગુજરાતી મહિલા ભાવિની પટેલ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડી રહી છે. પેન્સિલવેનિયાના 12મા કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી કોંગ્રેસ માટે ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ભાવિની પટેલ પોતાના વિસ્તારમાં પોપ્યુલર મહિલા નેતા બની રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે પિટ્સબર્ગમાં ફૂડ ટ્રક ‘ઈન્ડિયા ઓન વ્હીલ્સ’ થી કરિયરની શરૂઆત કરી હતી. તેમના માતા સિંગલ પેરેન્ટ હતા. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી ભાવિની પટેલે ટેક કંપનીમાં સ્ટાર્ટઅપ શરૂ કર્યું. એ સ્ટાર્ટ અપ સફળ રહ્યુ હતું. તેના બાદ ભાવિની પટેલે રાજકારણમાં ઝંપલાવવાનું નક્કી કર્યું. 


પેન્સિલવેનિયાના ૧૨મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી વતી એ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી લડી રહી છે. અમેરિકન કોંગ્રેસના આ નીચલા હાઉસમાં એ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની જ સમર લી સાંસદ હતી, પરંતુ અમેરિકન પોલિસીને લગતા કેટલાક મુદ્દામાં તેનો ઓપિનિયન સ્થાનિક લોકોને પસંદ પડયો ન હોવાથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે. એ કારણે ભાવિની પટેલની ઉમેદવારીનો માર્ગ મોકળો બન્યો હતો. આ ચૂંટણી આગામી ૨૩મી એપ્રિલે થશે. ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેઈન શરૂ કરી દીધું છે. 


યજ્ઞ બાદ ધોતી પહેરીને જ કર્મકાંડી બ્રાહ્મણો જુગાર રમવા બેસ્યા, જોઈને પોલીસ પણ ચોંકી


ભાવિની પટેલને લગભગ 33 ચૂંટાયેલા અધિકારીઓ પાસેથી સમર્થન પણ મળ્યું છે, જેમાં નાના શહેરોના મેયર તેમજ તે વિસ્તારોમાં કાઉન્સિલના સભ્યોનો સમાવેશ થાય છે. ભાવિની પટેલે કહે છે કે, અહીંના ભારતીય ડાયસ્પોરામાં અસર પડે છે.  મારા માતા જ્યારે અહી આવ્યા, ત્યારે તેમણે મારા ભાઈ અને મને સિંગલ પેરેન્ટ તરીકે ઉછેર્યા. અમે ખૂબ જ આસપાસ ફર્યા. અલગ-અલગ શહેરોમાં રહ્યાં. મારી માતાએ રેસ્ટોરન્ટ વાસણો ધોવાનુ પણ કામ કર્યુ, તેમજ મોટેલ ઉદ્યોગમાં કામ ક્યું. વિવિધ વિચિત્ર નોકરીઓ કરી. તે આખરે મોનરોવિલે આવી, જે પશ્ચિમી પેન્સિલવેનિયામાં એક નાનકડું ઉપનગર છે, અને ત્યાં જ તેણે એક નાનો કેટરિંગ બિઝનેસ શરૂ કર્યો. ત્યાંના સ્થાનિક પટેલ ભાઈઓને સમોસા અને અન્ય વિવિધ પેસ્ટ્રી સપ્લાય કરી. ત્યાંથી તેણે ફૂડ ટ્રકનો બિઝનેસ શરૂ કર્યો. તેથી , મારો પરિવાર છેલ્લા 25 વર્ષથી ફૂડ ટ્રક ચલાવે છે. 


જામનગરના રિલાયન્સ મોલમાં એવી ભયાનક આગ લાગી કે, અનંત અંબાણી પણ દોડતા આવ્યા