અમદાવાદ : આજથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા (board exam) શરૂ થઈ ગઈ છે. રાજ્યભરમાંથી 17.60 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10ની 10.80 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. રાજ્યના કુલ 81 ઝોન અને 934 કેન્દ્રો પર ધોરણ 10ની પરીક્ષા લેવાનાર છે. ધોરણ 10ની પરીક્ષા બપોરે 1:20 કલાકે પૂર્ણ થઈ હતી.  ધોરણ 10માં આજે ભાષાનું પેપર હતું જ્યારે ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગરના ખેડૂતે પોતાનું ખેતર ખુલ્લું મુકી દીધું પશુઓને ચરવા માટે ! કારણ છે દિલ ચીરી નાખે એવું


ધોરણ 10ની પરીક્ષા પુરી થઈ એ પછી ગુજરાતી વિષયનું પેપર સરળ હોવાનો મત વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં ગુજરાતી પેપરમાં 40109 વિદ્યાર્થીઓમાંથી 38951 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા જ્યારે આજના પ્રથમ પેપરમાં ગુજરાતી વિષયમાં સૌથી વધુ 1158 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ સિવાય અંગ્રેજી વિષયના પેપરમાં 4147 વિદ્યાર્થીઓમાંથી 4111 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


જૂનાગઢના નામ પર લાગી નકલી રિસિપ્ટ કૌભાંડની કાળી ટીલી, આ ત્રણ કૌભાંડીઓનો ખેલ


આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે. વિકલાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડફ્લોર પર વર્ગખંડની વ્યવસ્થા કરાઈ છે. તો પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો CCTVથી સજ્જ રાખવાના આદેશ અપાયા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પાસેથી CCTVના રેકોર્ડીંગ એકત્ર કરાશે. આ બોર્ડની પરીક્ષા 21 માર્ચના રોજ પૂર્ણ થશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube