વિદેશી ધરતી પર ગુજરાતીઓ જ મદદે આવ્યા, ઓકલેન્ડના દરિયામાં ડૂબેલા યુવકોના મૃતદેહ અમદાવાદ લાવવા ફંડ ભેગુ કરાયું
અમદાવાદના બે યુવક ઓકલેન્ડના દરિયામાં ડૂબ્યા... સૌરિન અને અંશુલ પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વિમિંગ કરી રહ્યા હતા, હેલિકોપ્ટરથી બચાવ કરાયો છતાં મોતને ભેટ્યા
Gujarat News : હાલમાં જ ન્યૂઝીલેનાડના ઓકલેન્ડના પીહા બીચ પર બે ગુજરાતી યુવકોના દરિયામાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતા. બંને યુવકો અમદાવાદના હતા. એક પટેલ પરિવારનો છે, તો બીજો શાહ પરિવારનો. ત્યારે અમદાવાદમાં રહેતા તેમના પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. ઓકલેન્ડના દરિયામાં ડૂબેલા બે ગુજ્જુ યુવકોના મૃતદેહને ભારત લાવવા ફંડની જરૂર પડી છે. આ માટે મિત્રો દ્વારા મળીને એક ઓનલાઇન પેજ શરૂ કરાયું છે. મદદ કરવા માટે ન્યૂઝીલેન્ડમાં વરસો ગુજરાતી સમાજ મદદે આવ્યો છે. આ માટે એક ઓનલાઈન પેજ બનાવીને લોકો પાસેથી મદદ માંગવામાં આવી રહી છે, જેથી બંને યુવકોના મૃતદેહ ભારતમાં તેમના પરિવારને પહોંચાડી શકાય.
કેવી રીતે બની હતી દુર્ઘટના
અમદાવાદના બે યુવકો 28 વર્ષીય સૌરિન નયનકુમાર પટેલ અને 31 વર્ષીય અંશુલ શાહ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં રહેતા હતા. સૌરીન પટેલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતા જે ઓગસ્ટમાં ન્યુઝીલેન્ડ આવ્યા હતા, જ્યારે અંશુલ શાહ, ગેસ સ્ટેશન પર કેશિયર તરીકે કામ કરતા હતા અને નવેમ્બરમાં ન્યુઝીલેન્ડ આવ્યો હતા. શનિવારે સાંજે અંશુલ અને સૌરિન બંને ઓકલેન્ડના દરિયામા ન્હાવા ગયા હતા. બંને પેટ્રોલિંગ વિસ્તારની બહાર સ્વીમીંગ કરી રહ્યા હતા, ત્યારે તેઓ બંને દરિયામાં ગરકાવ થઈ ગયા હતા. તેમના ડૂબી જવાની જાણ થતા લાઈફ ગાર્ડસ દોડતા થયા હતા. પરંતુ લાઈફ ગાર્ડસ પણ બંને યુવકોને બચાવી શક્યા ન હતા. ત્યારે હેલિકોપ્ટરથી તેમની બચાવ કામગીરી શરૂ કરાઈ હતી. ત્યારે રેસ્ક્યૂ કામગીરી બાદ બંનેનો મૃતદેહ લાયન રોકની ઉત્તરે મળી આવ્યો હતો.
ત્યારે આ બંને યુવકોના મૃતદેહ ભારત લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ માટે હાઈકમિશન પાસેથી પણ મદદ માંગવામાં આવી છે. પરંતુ મૃતદેહનો ભારત લાવવાનો ખર્ચ મોટો હોય છે. તેથી ન્યૂઝીલેન્ડના ગુજરાતી સમાજે મદદ માટે હાથ લંબાવ્યો છે. અંશુલ શાહ અને સૌરીન પટેલના પરિવારને આર્થિક રીતે મદદ એક ઓનલાઈન પેજ બનાવાયું છે. https://givealittle.co.nz/cause/support-piha-beach-victims લિંક પર જઈને લોકોને મદદ કરવાની અપીલ કરાઈ છે.
જો આ દાન દ્વારા પૂરતી રકમ એકઠી થઈ જશે તો બંનેના મૃતદેહ ભારત લાવવામા આવશે.