Haridwar News : ધાર્મિક નગરી હરિદ્વારમાં કચ્છી કોયલ ગીતા રબારી છવાયા હતા. યોગ ગુરુ બાબા રામદેવના પતંજલિ આશ્રમમાં સંન્યાસ દીક્ષા સમારોહમાં ગીતા રબારીએ પોતાના કોયલ કંઠથી લોકોને ઝુમાવ્યા હતા. તો આશ્રમમાં ભગવા રંગ અને ભોલે બાબાના ભજન પર ખુદ બાબા રામદેવ થીરક્યા હતા. બાબા રામદેવે ગીતા રબારી સાથે ઢોલ પર હાથ અજમાવ્યો હતો. ગીતા રબારીના ભજનોથી આશ્રમમાં ભોલે બાબાની ભક્તિનો માહોલ છવાયો હતો. હરિદ્વારમાં આવેલ પતંજલિ આશ્રમમાં ભારતીય સનાતન સંગીતની પ્રસ્તુતિનો કાર્યક્રમમાં ગીતા રબારી અને તેમના પતિ પૃથ્વી રબારીનું સન્માન કરાયું હતું.


યોગ ગુરુ સ્વામી રામદેવે હરિદ્વારમાં 100 યુવાઓના સંન્યાસને દીક્ષા આપવાના છે. પતંજલિ સંન્યાસ આશ્રમના તત્વાવધાનમાં 31 માર્ચ સુધી 10 દિવસો મહોત્સવ શરૂ થયો છે. જેના બાદ રામનવમી પર 40 બાળકો અને 60 બાળિકાઓને બાબા રામદેવ સંન્યાસની દીક્ષા પ્રદાન કરવામાં આવશે. આ સાથે જ 500 યુવાઓને આચાર્ય બાલકૃષ્ણ બ્રહ્મચર્ય દીક્ષા આપશે.