મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Kajal Maheriya Vs Sagar Patel : લોક સાહિત્યકાર બાદ હવે ગુજરાતમાં લોકગાયક વચ્ચે સંગ્રામ.. કાજલ મહેરિયા પર સાગર પટેલના ગંભીર આરોપ.. દ્વારકાના કાર્યક્રમમાં મા ઉમિયા વિશે અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ.. કાજલ મહેરિયાએ કહ્યું- સાગર પટેલ માતાજીનો દીવો ઉપાડીને બતાવે
Gujarati Singers : સાહિત્યકારો બાદ હવે લોક ગાયકો વચ્ચે વિખવાદ ઉભો થયો છે. ગુજરાતના બે પ્રખ્યાત લોક ગાયકો કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચે વિવાદ સર્જાયો છે. કાજલે ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો ગંભીર આરોપ સાગર પટેલે કાજલ મેહરિયા પર લગાવ્યો છે. દ્વારકાના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મૂક્યો છે. ત્યારે વિવાદ બાદ કાજલ મહેરિયાની પ્રતિક્રિયા સામે આવી છે.
વિવાદ થતા સોશિયલ મીડિયાના માધ્યમથી કાજલ મેહરિયાની પ્રતીક્રિયા સામે આવી છે. કાજલ મેહરિયાએ કહ્યું કે, ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણીની વાતને હુ સદંતર નકારું છું. મારી આ વાત કોઈ પણ રીતે સાબિત કરાવો, તો આ જીવન સંગીત છોડી દેવા તૈયાર છું.
પાટીદાર સમાજ વિશે કે માં ઉમિયા વિશે એક પણ શબ્દ બોલી નથી. સાબિત કરી બતાવે તો પાટીદાર સમાજ અને મારા પાટીદાર ભાઈઓ કહેશે એ કરવા માટે તૈયાર છું. હું કોઈ પણ સમાજ વિશે બોલતી નથી. મારો વ્યવસાય, મારા પ્રોગ્રામ જાતે કરું છું. મારા ચાહક મિત્રોને ગમે છે તેવા ગીતો ગાઉં છું, તમે તમારું કરો, અને મને મારું કરવા દો અને મને જીવવા દો અને મને ટાર્ગેટ ન બનાવો.
આમ, કાજલ મેહરિયાએ પ્રોફેશન છોડવાની પણ વાત કરી છે. જાણીતી ગાયિકાએ આગળ કહ્યું કે, હું સાચી છું, હું પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે એકપણ શબ્દ બોલેલ નથી. એ સાબિત કરવા હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયા માતાના મંદિરે જઇ અને ઉમિયા માતાજીનો દીવો ઉપાડી હાથ મુકીશ. મારા ભાઇને વિનંતી કરૂ છું કે જે સમયે અને જે તારીખ આપુ એ દિવસ માતાજીના મંદિરમાં પાટીદાર સમાજના આગેવાની હાજરીમાં સમાજ જે કહેશુ તે સાબિતી આપવા તૈયાર છું.
શું છે આ વિવાદ
યુવા સિંગર સાગર પટેલે ઉત્તર ગુજરાતની કોયલ ગણાતી કાજલ મહેરિયા પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું છે કે કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી છે. કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરી છે. કાજલ મહેરિયાએ માં ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કર્યાનો આરોપ લાગ્યો છે.
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
તો બીજી તરફ, દેવાયત ખવડ અને બ્રિજરાજદાન ગઢવી વચ્ચેનો જૂનો વિવાદ ફરીથી વકર્યો છે. બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું. બ્રિજરાજદાન ગઢવીએ દેવાયત ખવડ પર સીધા પ્રહાર કરતા એક વીડિયો જાહેર કર્યો છે. બ્રિજરાજદાને દેવાયત ખવડ ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે, તેને મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે. સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યુ હોવાનો બ્રિજરાજદાન ગઢવીએ આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે, બંને વચ્ચેના વાક યુદ્ધ વધતાં સમાજે બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવ્યું હતું. વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જો કે હવે દેવાયત ખવડે પ્રહાર કરતા કહ્યું કે, ‘હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ.