ઝી ન્યૂઝ/અમદાવાદ: જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળાને લઈને સોમવારે બપોરે ભાજપમાં જોડાયા છે. આમ આદમી પાર્ટી છોડ્યા બાદ આજે તેમણે કમલમમાં સી.આર પાટિલના હાથે કેસરિયો ધારણ કર્યો છે. વિજય સુવાળા ભાજપમાં જોડાવવા માટે સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા. આ દરમિયાન રજની પટેલ, પ્રદિપસિંહ વાઘેલા સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજય સુવાળાએ ભાજપનો કેસ ધારણ કરીને જણાવ્યું હતું કે, હું રાતનો ભૂલેલો દિવસે ઘરે પાછો ફર્યો છે. 3-3  પેઢીથી અમારો ભાજપ સાથે સંબંધ રહ્યો છે. ભાજપે ઘણું આપ્યું છે. તેમણે ઉમેર્યું કે ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. હું નરેન્દ્ર મોદી સાહેબનો ફેન છું. પાટીલ સાહેબ મને દિકરા તરીકે માને છે. અને આજે પાટિલે મને દીકરાને આવકાર્યો હોય તે રીતે સ્વાગત કર્યું છે. લોકસેવા માટે જમીન પર કામ કરીશ. આજનો દિવસ મારા માટે ખૂબ અમૂલ્ય છે. મારો પરિવાર ત્રણ પેઢીથી ભાજપ સાથે જોડાયેલો છે. સંગઠન વિના કંઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ.



પાટીલે શું કહ્યું?
સી.આર. પાટીલે કહ્યું હતું કે, વિજયભાઈ સુંવાળા આજે ભાજપમાં જોડાયા છે. આજે હું તેમનું સ્વાગત કરું છું. તેઓ ફરીથી ઘરે પાછા આવ્યા છે. એ બીજી પાર્ટીમાં જોડાયા ત્યારે પણ મને મળ્યા હતા. 


રવિવારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. પરંતુ છેલ્લે સુધી વિજય સુવાળા ના પાડતા રહ્યા હતા. બીજી બાજુ ઈસુદાન ગઢવીએ  વિજય સુવાળાના ઘરે જઈને તેમના મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હતા, છતાં વિજય સુવાળા માન્યા નહોતા અને આપ છોડીને ભાજપમાં જોડાયા છે.


જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયાના સાત મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. જો કે વિજય સુવાળા કયા કારણોથી નારાજ હતા તે સામે આવ્યું નથી. ગત જૂન મહિનામાં વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં છોડયા બાદ વિજય સુવાળા ભાજપ કે કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો હતી. જો આ દરમ્યાન તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે રવિવારે મુલાકાત કરી હતી અને આજે બપોરે ભાજપમાં જોડાયા છે.


તમને જણાવી દઈએ કે ZEE 24 કલાકના અહેવાલ પર મ્હોર વાગી ગઈ છે. ગુજરાતી સિંગર વિજય સુવાળા AAP છોડી ભાજપમાં જોડાઈ ગયા છે તે વાતમાં હવે કોઈ બેમત નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સૌથી પહેલા ZEE 24 કલાકે કહ્યું હતું કે AAP તૂટી રહી છે? જે વાત આજે બપોરે કમલમમાં સાચી પડશે. એટલે કે ભૂવાજી વિજય સુવાળા આજે કેસરિયો ખેસ પહેરશે. વિજય સુવાળાને ઇસુદાન ગઢવી મનાવી શક્યા નહોતા. AAP નેતાઓ ઓલ ઇઝ વેલ કરતા રહ્યા અને આજે ભૂવાજી વિજય સુવાળા ભાજપમાં જોડાશે.


જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળા કોણ છે?
જાણીતા ગુજરાતી સિંગર તરીકે વિજય સુવાળાનું ગુજરાતમાં મોટું નામ છે, તેઓ મહેસાણાના સુવાળાના વતની છે. તેમના પિતાનું નામ રણછોડભાઈ છે અને તેમણે 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો. વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંઘર્ષ નજીકથી જોયો હતો. ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં અને ઝડપથી પૈસાદાર બનવાનો વિચારો આવતા હતા. આથી એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. 6500ની નોકરીથી શરૂઆત કરી હતી.


વિજય સુવાળા શરૂઆતમાં માતાજીની રેગડી અને ગરબા જ ગાતા હતા. તેમના એક મિત્રએ સૌપ્રથમ વખત વિજય સુવાળાને પ્રોફેશનલ સિંગર બનવાનું સપનું દેખાડ્યું. આથી વિજય સુવાળાએ રેગડી સિવાયના ઉત્તર ગુજરાતના ગીતો ગાવા લાગ્યા. એક માતાજીના કાર્યક્રમમાં વિજય સુવાળાએ ‘સીદડી તલાવડી’ ગીત ગાયું હતું. આ ગીતનો વીડિયો ઉત્તર ગુજરાતમાં વાયરલ થતા વિજય સુવાળા રાતોરાત લોકપ્રિય બની ગયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube