ગુજરાતના આ ભક્ત સામે બધા ભક્તો ફીક્કા પડે, માતાજીની આરાધનામાં માથે ઉગાડ્યા જવારા
Chiatri Navratri : ચૈત્રી નવરાત્રિમાં એક ભક્તે પોતાના માથે જવારા ઉગાડી કરી માતાજીની અનોખી ભક્તિ કરી... દસમના દિવસે પાવાગઢમાં જ્વારાનું વિસર્જન કર્યું
Devotional : મનુષ્ય અવતાર અને સનાતન ધર્મમાં દેવી દેવતાઓ પ્રત્યે આજેપણ અનોખી શ્રધ્ધા અનેક આસ્થાળુઓમાં જોવા મળે છે.આવી જ આસ્થા છોટા ઉદેપુર તાલુકાના પાવી જેતપુર પંથકમાં એક માઇ ભક્તની છે. જોકે થોડી નહિં ખૂબ જ કઠિન કહીં શકાય એવી આ માઇ ભક્તની આસ્થા છે. કેમ કે જ્વારા વાવ્યા બાદ તેના ઉપર સિંચન કરવું પડે છે. તેમ છતાં છેલ્લા સાત વર્ષથી રમણભાઈ નાયક પોતાની મનોકામના માટે ચૈત્રી નવરાત્રિમાં પોતાના માથા ઉપર પાઘડી બાંધી માતાજીના જવારા કરે છે. નવ દિવસ સુધી માત્ર પાણીના સહારે નકોરડા ઉપવાસ કરે છે. ત્યારે આ વર્ષે તેઓની માનતાને સાત વર્ષ પુરા પણ થયા છે અને ચૈત્રી નવરાત્રીનો દસમો દિવસ હોવાથી શ્રધ્ધાભેર પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરી જવારા વિસર્જન કર્યા હતા.
દૂધના ભાવમાં આજથી વધારો, Amul ના તમામ પ્રકારના દૂધમાં આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
માં ભગવતીની આરાધનાના પર્વ એવી ચૈત્રી નવરાત્રી. આ દિવસોમાં પાવાગઢ મંદિરે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. આસો નવરાત્રિની જેટલું જ ચૈત્રી નવરાત્રીનું મહત્વ હોય છે. ત્યારે આ નવ દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી માઈ ભક્તો વાહનો કે પગપાળા સંઘ દ્વારા પાવાગઢ ખાતે દર્શનાર્થે પહોંચ્યા છે. અનેક લોકો માતાજી પાસે પોતાની મનોકામના પૂર્ણ કરવા કષ્ટદાયક નિયમો લેતા હોય છે. ત્યારે પૂર્ણ થયેલી માનતા, બાધા, આખડી સાથે લોકો રસ્તા પર દંડવત કરતા કરતા માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દિવસોમાં માતાજીને ધ્વજા પણ ચડાવવામાં આવે છે. લોકો શ્રદ્ધા સાથે શ્રીફળ, લાપસી, પેંડા, ચૂંદડી, કંકુ વગેરે ધરી દર્શન કરી ધન્યતા અનુભવી પરિવારની સુખશાંતિ અને સમૃદ્ધિની મનોકામના કરે છે. ત્યારે પાવાગઢમાં આવેલા આ અનોખા ભક્તએ આકર્ષણ જમાવ્યુ હતું.
ખેડામાં વિચિત્ર અકસ્માત : ટ્રકની ટક્કર બાદ ડ્રાઈવરનો શરીરનો અડધો ભાગ અંદર જ ફસાયો
આજે ચૈત્રી આઠમ પર્વે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. લોકો અહીં વાહનો, પગપાળા સંઘમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. અહીં આઠમના પર્વે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. લોકોએ શ્રીફળ, લાપસી, પેંડા, ચૂંદડી, કંકુ વગેરે ધરી દર્શન કરી ધન્યતા અનુભવી.