અમદાવાદ :ગુજરાતના જાણીતા પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું 88 વર્ષે નિધન થયું છે. મુંબઈમાં કાંદિવલી ખાતે રહેતા કાંતિ ભટ્ટ મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની હતા. થોડા દિવસ પહેલા જ તેમણે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. 


૧૯૬૬માં મુંબઈમાં તેમણે પત્રકાર તરીકે કાર્ય શરૂ કર્યું. તેણે ગુજરાતના અનેક સામયિકો સાથે કામ કર્યું હતું. તેઓ સંશોધક પત્રકારત્વ સાથે જોડાયેલા હતા. તેમણે કેટલીક ટૂંકી વાર્તાઓ પણ લખી છે.