Anand News :આણંદનો એક યુવાન અમેરિકામાં માસ્ટર્સ ઓફ સાયન્સનો અભ્યાસ કરવા ગયો હતો. પરંતું જોબ કરતા સારી આવકની લાલચમાં યુવક અજાણતા એક પાર્ટ ટાઈમ જોબના એવા ષડયંત્રમાં ફસાયો કે પરિવાર સાથે સંપર્ક કરવાનો પણ મોકો ન મળ્યો. હાલ ગુજરાતમાં રહેતો તેનો પરિવાર ચિંતામાં મૂકાયો છે. પરિવારે રાજ્ય અને કેન્દ્ર સરકારને દીકરાને પરત ભારત લાવવા માંગ કરી રહ્યો છે. શું છે સમગ્ર મામલો જાણીએ આજના વિશેષ અહેવાલમાં


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2022માં માસ્ટર્સ ઓફ સાયન્સનો અભ્યાસ કરવા મૂળ સારસાનો જય પ્રજાપતિ અમેરિકા ગયો હતો. ત્યારે પરિવારે પોતાના યુવા દીકરાના ઉજ્જવળ ભવિષ્યને લઈને ખુશ ખુશાલ હતો, અને તેના માટે પોતાની આખી જિંદગીની બચતમાંથી 40 લાખ જેટલા રૂપિયાના ખર્ચે મોકલી આપ્યો હતો. થોડા સમય સુધી જય પરિવાર સાથે સતત સંપર્કમાં રહેતો હતો, કોલેજમાં અભ્યાસમાં પણ 3 સેમિસ્ટર સુધી સરસ અભ્યાસ કર્યો અને ત્રીજા સેમિસ્ટરમાં કોલેજમાં ફેલ થઈ જતા કોલેજ બદલવા પરિવારને જણાવ્યું હતું. ત્યાર બાદ પરિવારની સહમતિ સાથે જય પ્રજાપતિએ અન્ય રાજ્યમાં એડમિશન લીધું અને અભ્યાસ પુનઃ શરૂ કર્યો. આ સાથે જ તેને ત્યાં પિક અપ ડ્રોપ કરવા માટેની જોબ મળી. ખૂબ ઉત્સાહ સાથે અભ્યાસ સાથે જોબ કરવા પોહચેલા જયને ક્યાં ખબર હતી કે તે કોઈ ષડયંત્રનો ભોગ બની જવાનો છે.


કાતિલ ઠંડીને લઈને આ અપડેટ તમારા હોંશ ઉડાડી દેશે, આગાહીઓ વચ્ચે નવી સિસ્ટમ થઈ એક્ટિવ


એક પાર્સલ પિક અપ કરી બીજુ પાર્સલ પિક અપ કરવા પહોંચ્યો ત્યાં જ તે એકાએક ત્યાંની પોલીસ આવી અને જય પ્રજાપતિને ઝડપી પાડ્યો હ.તો સમગ્ર બનાવમાં પોલીસની તપાસમાં જય પાસે રહેલ પાર્સલમાં 45 હજાર અમેરિકન ડોલર રોકડા નીકળ્યા હતા. આ જોતા જ જય અને પોલીસ ચોંકી ગયા હતા. ત્યારબાદ પોલીસે જય પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે જે જગ્યાએ ઝડપાયો છે ત્યાં તે 60 હજાર ડોલરથી ભરેલું બેગ લેવા આવ્યો છે. 


જયે પોલીસને જણાવ્યું કે તે પોતે પાર્સલ પિકઅપનું કામ કરે છે, અને તેની પાસે અન્ય પાર્સલ પણ પિક અપ કરેલું છે. તેમ કહીને પોલીસને બતાવતા તેમાંથી 45 હજાર ડોલર નીકળતા પોલીસે તેને ઝડપી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ અમેરિકન સરકાર, પોલીસ કે એમ્બેસી ઘ્વારા જયના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો નથી.


હાલ તેનો ચિંતીત પરિવાર ભારત સરકાર પાસે મદદ માટે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે અને તેમનો દીકરો પરત આવી જાય તે માટે આણંદના સાંસદ મિતેશ પટેલને રજુઆત કરી સરકાર ના વિદેશ મંત્રાલય આમાં મદદ કરે અને તેમના દીકરાને પરત લાવવા અપીલ કરી રહ્યો છે.


પાવાગઢના ઈતિહાસમાં સૌથી મોટી ઘટના : માતાજીના દાગીના ચોરવાનો પ્રયાસ કરાયો