મેક્સિકોમાં દિવાલથી પટકાયેલા ગુજરાતી યુવકના મોતમાં મોટો ખુલાસો, આ ટ્રાવેલ્સમાંથી નીકળી હતી ટિકિટ
Illegal Immigarants : તપાસમાં એ પણ સામે આવ્યું કે, અમદાવાદના ગાંધીનગરના કુલ 7 એજન્ટોએ બ્રિજકુમાર તથા તેની પત્ની પુજા તેમજ પુત્ર તન્મયને તા.18/11/2022ના રોજ ટ્રેન મારફતે અમદાવાદથી મુંબઈ તથા મુંબઈથી તર્કી દેશની રાજધાની ઈસ્તાંબુલ અને ત્યાંથી કોઈપણ રીતે મેક્સીકો દેશ ખાતે મોકલી આપ્યા હતા
Illegal Immigarants : ગત ડિસેમ્બર મહિનામાં કલોલના શખ્સનું અમેરિકામાં ગેરકાયેદસર રીતે ઘૂસણખોરી કરતા સમયે મોત નિપજ્યુ હતું. તેનો પરિવાર મેક્સિકોની દીવાલ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે પરિવારનો મોભી બ્રિજકુમાર યાદવ વોલ પરથી પટકાયો હતો અને મોતને ભેટ્યો હતો. તેના મોત બાદ સ્ટેટ મોનિટરીંગ સેલે તપાસ આદરી હતી. જેમાં કુલ સાત આરોપીઓની ઓળખ થઈ હતી. આ કેસમાં હાલ 2 એજન્ટની ધરપકડ કરવામાં આવી છે.
સ્ટેટ મોનિટરીંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કેટી કામરીયાએ જણાવ્યું કે, 24 ડિસેમ્બરના રોજ અહેવાલ આવ્યા હતા કે, ગુજરાતી યુવકનું મેક્સિકોની દિવાલ કુદતા સમયે મોત થયું હતું. જેના બાદ ડીજીપીએ તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે અમે વીઝાની
તપાસ કરી હતી. જેમાં સામે આવ્યુ કે, ખોટા દસ્તાવેજના આધારે તુર્કી અને ત્યારબાદ મેક્સિકોના વિઝા મેળવવામાં આવ્યા હતા. ઘાટલોડીયાની અક્ષર ટ્રાવેલ્સમાંથી પરિવારની ટિકિટ નીકળી હતી. આ કેસમાં કુલ સાત આરોપીઓની ઓળખ થઈ હતી. જેમાં હાલ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સૌરભ પટેલ અને સાહીલ વ્યાસ નામના આરોપીની ધરપકડ કરાઈ છે, જેઓ એજન્ટનું કામ કરતા હતા. મુંબઈ સુધી એક વ્યક્તિ પરિવારની સાથે ગયો હતો. તેમજ બેંકમાં ખોટા દસ્તાવેજ બનાવાયા હતા.
આ પણ વાંચો :
અમરેલીમાં થશે તુર્કી જેવું? 400 જેટલા ભૂકંપના આંચકા આવવાનુ સાચું કારણ સામે આવ્યું
પરિવારની શંકા સાચી નીકળી: દીકરાનો અકસ્માત નહિ પણ મર્ડર થયું, મોટી હકીકત ખૂલી
તપાસમાં એ પણ સામે આવ્યું કે, અમદાવાદના ગાંધીનગરના કુલ 7 એજન્ટોએ બ્રિજકુમાર તથા તેની પત્ની પુજા તેમજ પુત્ર તન્મયને તા.18/11/2022ના રોજ ટ્રેન મારફતે અમદાવાદથી મુંબઈ તથા મુંબઈથી તર્કી દેશની રાજધાની ઈસ્તાંબુલ અને ત્યાંથી કોઈપણ રીતે મેક્સીકો દેશ ખાતે મોકલી આપ્યા હતા. એજન્ટો દ્વારા બ્રિજકુમાર યાદવ તથા તેના પરીવારને ગેરકાયદેસર રીતે અમેરીકા મોકલવા માટે તુંર્કી દેશની એમ્બેસીમાંથી વિઝા મેળવવા કરેલ અરજી સાથે રજૂ કરેલ દસ્તાવેજો તથા બેંક એકાઉન્ટની વિગતો ખોટી અને બનાવટી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેનાં પગલે અમદાવાદના એક અને ગાંધીનગર જિલ્લાના 6 એજન્ટો દ્વારા જુન 2022 દરમ્યાન આર્થિક લાભ માટે કાવતરૂ રચી ખોટા દસ્તાવેજો બનાવાયા હતા.
[[{"fid":"428642","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mexico_agent_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mexico_agent_zee.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"mexico_agent_zee.jpg","field_file_image_title_text[und][0][value]":"mexico_agent_zee.jpg"}},"link_text":false,"attributes":{"alt":"mexico_agent_zee.jpg","title":"mexico_agent_zee.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]
શું ઘટના બની હતી
કલોલના પરિવારની અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરીની ઘટના એવી હતી કે, કલોલમાં રહેતો યાદવ પરિવાર વિદેશ ફરવા જવાનું કહીને ઘરખી નીકળ્યા હતા, બ્રિજ યાદવનો પરિવાર કલોકના છત્રાલના ગેલેક્સી સોસાયટીમાં રહેતો હતો. બ્રિજ યાદવ, તેની પત્ની અને 4 વર્ષના પુત્ર તન્મય સાથે રહેતા હતા. પરંતું 18 નવેમ્બર ના રોજ ગયા બાદ છેલ્લા 15 દિવસથી પરિવાર કોઈ સંપર્ક થયો ન હતો. પરંતું મેક્સિકો સરહદની ઘૂસવા જતાં 30 ફૂટ ઊંચી દીવાલ પરથી પટકાયાની પ્રાથમિક માહિતી મળતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. જેમાં બ્રિજ યાદવનું મૃત્યુ થયું હતું અને તેની પત્ની અમેરિકા અને બાળક મેક્સિકોની હોસ્પિટલમાં સારવાર હેઠળ મૂકાયા હતા. આ પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો હતો.
આ પણ વાંચો :
સોનાની લગડી જેવી આ સરકારી સ્કીમ મહિલાઓને કારણે ફેલ થઈ, ગોલ્ડ મોનેટાઇઝ સ્કીમની આવી છે
બજેટમાં વિભાગને સાચવ્યા કે મંત્રીને? જાણો કયા મંત્રીને કેટલા કરોડ રૂપિયા વાપરવા મળશે