ભરૂચના યુવકની આફ્રિકામાં હત્યા, પરિવારે દીકરો ગુમાવતા રમઝાનમાં માતમ છવાયો
Gujarati Killed In South Africa : ભરૂચના સારોદ ગામના યુવકની આફ્રિકામાં હત્યા.... લૂંટના ઈરાદે નિગ્રો જાતિના લોકોએ ગોળી મારીને કરી હત્યા.... રોજગારી માટે પરિવારથી દૂર આફ્રિકામાં સ્થાયો થયો હતો સાહિલ...
gujaratis in south africa ભરત ચુડાસમા/ભરૂચ : જંબુસર તાલુકાના સારોદ ગામના યુવાન સાહીલ અજીજ મુન્શીની હબસી લોકોએ આફ્રિકામાં ગોળી મારી હત્યા કરી છે. દક્ષિણ આફ્રિકામાં નીગ્રો જાતિના લોકોએ જંબુસરના સારોદ ગામના યુવકની હત્યા કરી લેતા તેના પરિવારમાં માતમ છવાયો છે.
જંબુસર તાલુકાનાં સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયો હતો. પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના ઘર તરફ ગાડીમાં જઈ રહ્યા હતો ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા તો યુવકને ગોળી મારી શરીરના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. તેમ છતાં યુવકે હિંમત રાખીને ગાડી ચલાવી હતી. પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર છ થી સાત ગોળીઓ ધરબી દીધી હતી. આમ, સાહિલને ગોળી વાગતા તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણ જંબુસર તાલુકામાં અને સારોદ ગામે વાયુવેગે ફેલાતા લોકોમાં શોક ની લાગણી જન્મી હતી.
ગુજરાતના રાજકારણમાં હજુરિયા, ખજૂરિયા, મજૂરિયાની એન્ટ્રી : ભાજપ હાઈકમાન્ડને ભારે પડશે
ભરૂચ જિલ્લાના ઘણા યુવાનો વર્ષોથી રોજગારી મેળવવા માટે દક્ષિણ આફ્રિકાના દેશોમાં જાય છે. પરંતુ ત્યાં તેમને નીગ્રો જાતિના લોકો લૂંટના ઇરાદે આવે છે અને ભારતીયોને નિશાન બનાવી મૃત્યુના શરણે લઈ જાય છે. જેના કારણે પરિવાર પર આફત આવી પડે છે. અત્રે ઉલ્લેખની આ બાબત છે કે સાહિલભાઈ મુનશી હાલ રોઝા કરી રહ્યો હતો. તેને પરિવારમાં સાત વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે.
વિઝા આપવામાં મહેરબાન થયું અમેરિકા, H-1B વિઝાની લોટરી સિસ્ટમની મોટી જાહેરાત