Canada Student Visa : કેનેડા એટલે ગુજરાતી વિદ્યાર્થીઓને ભણવા માટેનુઁ ફેવરિટ ડેસ્ટિનેશન, કેનેડા દેશ ગુજરાતીઓને માફક આવી ગયો છે. આ દેશમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. પહેલા અભ્યાસ અને બાદમાં સેટલ્ટ થવાના ઈરાદાથી ગુજરાતીઓ ત્યાં વસવાટ કરે છે. જેને કારણે કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર જવાનો ક્રેઝ વધી ગયો છે. કેનેડા એવો દેશ છે, જ્યાં જવા માટે વિદ્યાર્થીઓને કોઈ ટેન્શન હોતું નથી, કારણ કે અહી સરળતાથી સ્ટે મળી રહે છે. કોઈને કોઈ મિત્રો કે સ્વજનો શેરિંગ રૂમ વિશે સલાહ અને માહિતી આપી દે છે. જો તમે કેનેડા માટે બેગ પેક કરી રહ્યા છો તો શેરિંગ રૂમ વિશેની કેટલીક માહિતી ખાસ જાણી લેજો. આજે અમે તમને કેનેડાના શેરિંગ રૂમનુ સિક્રેટ જણાવીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ પણ નવી જગ્યા હોય એટલે ત્યાં સૌથી પહેલા ઘર શોધવાનું કામ કરવાનું હોય છે. ભારતમાં જો કોઈ નવા રાજ્યમાં સ્થાયી થાય તો સંબંધી થોડા દિવસ તમને એમના ઘરે રહેવા દે છે. પરંતુ વિદેશમાં એવો ટ્રેન્ડ નથી. વિદેશમાં તો જાતે જ ઘર શોધવું પડે છે. તેમાં પણ કેનેડા જેવા દેશમાં જ્યાં ડોલરમાં રૂપિયા ખર્ચવા પડે છે, ત્યાં રૂમ શેરિંગ જ બેસ્ટ ઓપ્શન બની રહે છે. 


Canada PR નથી મળી રહ્યાં! તમારી પાસે આ લાયકાત હશે તો સૌથી પહેલો ચાન્સ મળશે


કેનેડામાં એક ઘરમાં 4 થી 5 લોકો રૂમ શેરિંગ કરતા હોય છે. કેનેડામાં રોટલો શોધવો મુશ્કેલ છે, પરંતુ ઓટલો શોધવો મુશ્કેલ નથી. કારણ કે, અહી સરળતાથી શેરિંગ મળી રહે છે. પરંતુ શેરિંગ સાથે અનેક લોકોને કડવા અનુભવો થવા લાગે છે. કારણ કે, ડોલર બચાવવા માટે હવે એક રૂમમાં 7 થી 8 લોકો પણ શેરિંગ કરી રહ્યાં છે. આવામાં પ્રાઈવસી જેવી કોઈ સુવિધા રહેતી નથી. ઉપરથી દરેક કામની જવાબદારી માથા પર આવે છે.  ખાવા-પીવાનો સામાન લાવવો, સાફ-સફાઈ કરવી, જમવાનું બનાવવું બધુ જ કામ જાતે કરવું પડે છે. 


કેનેડા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, રહેવા માટે ફાંફા મારવા પડી રહ્યાં છે


કેનેડા સેટલ્ડ થયેલી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, અહી લોકો એકલા રહેતા હોય એટલે દારૂના રવાડે ચઢી જાય છે. તેમને રોકટોક કરનારું કોઈ નથી હોતુ એટલે રૂમ પર દારૂની પાર્ટીઓ થવા લાગે છે. તો અન્ય એક વિદ્યાર્થીનીએ કહ્યું કે, શરૂઆતમાં રૂપિયા ઓછા હોવાથી વધુ લોકોના શેરિંગ વચ્ચે રહેવુ પડે છે. બાદમાં જો તમારો પગાર વધે ત્યારે તમે શિફ્ટ થઈ શકો છો. પરંતુ અહી કોઈ મદદે આવતુ નથી. બધા કામ જાતે કરવા પડે છે. ભારતમાં દરેક કામ માટે માતાપિતા અને પરિવારની મદદ મળી રહે છે. અહી તો દરેક જવાબદારી જાતે જ ઉપાડવી પડે છે. 


આ 13 દેશના વિઝા મેળવવા સરળ, તુરંત મળે છે નાગરિકતા, અહીંથી 143 દેશોમાં મળશે એન્ટ્રી