ગુજરાતીઓ કેટલું જીવે? બે દાયકામાં ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં ચાર વર્ષનો વધારો થયો
Average Age Ratio : ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય સતત વધી રહ્યું છે. જોકે, સરેરાશ જીવનારાઓમા ગુજરાતીઓ અનેક રાજ્યોથી પાછળ છે
Gujaratis Avarage Age : મેડિકલ સાયન્સે હરણફાળ ભરતાં લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ છે. લોકોનું જીવન લાંબુ થયું છે. સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. ત્યારે તમને ગુજરાતીઓનું આયુષ્ય સરેરાશ કેટલું છે તે જાણવામાં જરૂર રસ પડશે. 2023 ના આંકડા અનુસાર, દરેક ગુજરાતી સરેરાશ કેટલું જીવે છે તે સામે આવ્યું છે. ગુજરાતમાં રહેતા લોકોનું સરેરાશ આયુષ્ય 70 વર્ષ છે. બે દાયકામાં ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં 4 વર્ષનો વધારો થયો છે. જોકે, સરેરાશ આયુષ્યમાં ગુજરાત આખા દેશમાં 11 માં ક્રમે છે. ગુજરાતમાં પુરુષનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે. તો મહિલાઓનું સરેરાશ આયુષ્ય 73 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
રાજ્ય મુજબ સરેરાશ આયુષ્ય
દિલ્હી - ૭૫.૯ વર્ષ
કેરળ - ૭૫.૨ વર્ષ
જમ્મુ કાશ્મીર - ૭૪.૨ વર્ષ
હિમાચલ પ્રદેશ - ૭૩.૧ વર્ષ
પંજાબ - ૭૨.૮ વર્ષ
મહારાષ્ટ્ર - ૭૨.૭ વર્ષ
તામિલનાડુ - ૭૨.૬ વર્ષ
પ.બંગાળ - ૭૨.૧ વર્ષ
ઉત્તરાખંડ - ૭૦.૬ વર્ષ
આધ્રંપ્રદેશ - ૭૦.૩ વર્ષ
ગુજરાત - ૭૦.૨ વર્ષ
ગુજરાતીઓ માટે ખુશખબર, આજથી રાજ્યમાં આટલા ઓછા ભાવે મળશે CNG-PNG
ગુજરાતમાં વસનારાઓનું સરેરાશ આયુષ્ય ૭૦.૨ વર્ષ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના મતે મેડિકલ સુવિધા ઉપરાંત ઈમરજન્સી સેવામાં પણ સુધારાને પગલે હવે સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે. અગાઉ અદ્યતન તબીબી સુવિધા તેમજ ૧૦૮ જેવી ઈમરજન્સી સેવા નહોતી. હવે તેમાં સુધારો થતાં સરેરાશ આયુષ્યમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
૨૦૧૪થી ૨૦૧૮ - 69.9 વર્ષ
૨૦૧૫-2019 - 70.2 વર્ષ
2000-2004 - 65.6 વર્ષ
૧૯૯૧-19૯૫ - 61 વર્ષ
૧૯૯૩-19૯૭ - 61.9 વર્ષ
૧૯૯૪-૯૮ - 62.4 વર્ષ
૧૯૯૫-૯૯ - 64.1 વર્ષ
મહાઠગ કિરણ પટેલના અનેક રાઝ ખુલશે, ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદ લઈ આવી
આમ, આંકડો બતાવે છે કે ગુજરાતીઓનું સરેરાશ આયુષ્ય સતત વધી રહ્યું છે. જોકે, સરેરાશ જીવનારાઓમા ગુજરાતીઓ અનેક રાજ્યોથી પાછળ છે. દિલ્હી, કેરળ, જમ્મુ કાશ્મીર, પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આધ્રપ્રદેશ, જેવા રાજ્યો ગુજરાતીઓથી વધુ જીવવામાં ક્યાંય આગળ છે.