ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેને અર્થ એમ નથી કે કોરોનાનો ખતરો ઘટી ગયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 500 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 596 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 604 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રહાતની વાત એ છે કે રાજ્યમાં કોરોનાથી આજે એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.74 ટકા થઈ ગયો છે.


રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 4768 એક્ટિવ કેસ છે. જેમાંથી 08 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 4760 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,27,605 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,954 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube