Raivaba Jajeja : ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા તેમની લાઈફસ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ક્રિકેટ સિવાયના સમયમાં તેઓ પોતાના ફાર્મ હાઉસ પર પહોંચી જાય છે. અહી રવિન્દ્ર જાડેજા વિવિધ એક્ટિવિટી કરતા જોવા મળે છે. ખાસ કરીને, જાડેજાને ઘોડેસવારી કરવી વધુ ગમે છે. જેના વીડિયો પણ બહુ વાયરલ થયા છે. ત્યારે હવે બાપુ અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. આ વખતે જડ્ડુ બાળદ ગાડુ ચલાવતા જોવા મળ્યાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાઉથ આફ્રિકામાં ટેસ્ટ મેચ રમીને રવિન્દ્ર જાડેજા હાલમાં જ પરત ફર્યાં છે. રવિન્દ્ર જાડેજાને અફઘાનિસ્તાન સામેની ટી-20 સીરિઝ માટે ટીમમાં પસંદ કરાયો નથી. જેથી હાલ રવિન્દ્ર જાડેજા જામનગર પરત ફર્યાં છે. ત્યારે નવરાશની પળો મળતા જ રવિન્દ્ર જાડેજા પોતાના ફાર્મ હાઉસ પર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બળદ ગાડું ચલાવ્યુ હતું. 


રામ મંદિર માટે આ બે ગુજરાતીઓએ આપ્યા સૌથી વધુ રૂપિયા, મળ્યું આમંત્રણ


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)


 


આગામી બે દિવસમા મુસાફરી કરવી હોય તો વહેલા અમદાવાદ એરપોર્ટ પહોંચજો, નહિ તો ફ્લાઈટ જશે


બળદગાડુ ચલાવતો રવિન્દ્ર જાડેજાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયઈ રહ્યો છે.  એક દિવસમાં 9 લાખથી વધુ લોકોએ વીડિયો લાઇક કર્યો છે. તો વધુમાં વધુ લોકો તેને શેર કરી રહ્યાં છે. પોતાના ફેવરિટ ક્રિકેટરને બળદગાડુ ચલાવતા જોઈ ફેન્સ પણ ચોંકી ગયા. 


ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર અને ઓલ રાઉન્ડર પ્લેયર ક્રિકેટની સાથે સાથે લક્ઝુરિયસ ગાડીઓનો શોખીન પણ છે. રવિન્દ્ર જાડેજા અને રીવાબા જાડેજા પાસે અનેક મોંઘીદાટ કારનું કલેક્શન છે. રીવાબા જાડેજાના કારોની લિસ્ટમાંની પહેલી કાર રોલ્સ રોયસ વ્રેથ લક્ઝુરી કાર છે. જેની શરૂઆતની કિંમત જ 6.22 કરોડ રૂપિયા છે. આ લક્ઝુરિયસ કારમાં 6.6 L પેટ્રોલ એન્જિન મળે છે, જે કારને 591 bhp ની દમદાર પાવર અને 900 Nm પીક ટોર્ક આપે છે. તો ટ્રાન્સમિશન માટે આ કારમાં 8 સ્પીડ ઓટોમેટિક ગિયર બોક્સ આપવામાં આવ્યું છે. આ લિસ્ટમા બીજા નંબર પર ઓડી ક્યુ7 લક્ઝરી કાર છે. જેની શરૂઆતની કિંમત 84.70 લાખ રૂપિયા છે. આ લિસ્ટમાં ત્રીજા ક્રમે ઓડી એ4 કાર છે, જેની શરૂઆતની કિંમત 43.85 લાખ રૂપિયા છે. આ લિસ્ટમાં ચોથા ક્રમે છે બીએમડબલ્યુ એક્સ1 ડ્રાઈવ લક્ઝરી કાર. તેની શરૂઆતની કિંમત 45.90 લાખ રૂપિયા છે.    


ગુજરાતને રક્તરંજિત કરવાના ષડયંત્રનો પર્દાફાશ : ગોધરા રમખાણોનો બદલો લેવાનો હતો મનસૂબો