અમેરિકા ગયા બાદ એક ગુજરાતી યુવકની દુનિયા લૂંટાઈ ગઈ, પત્નીએ એવો કાંડ કર્યો કે
Gujarati In America : એજન્ટો એક વ્યક્તિને અમેરિકા પહોંચાડવા માટે હવે લાખો અને કરોડો રૂપિયા વસૂલી રહ્યાં છે.... તેમાં કેટલાક લોકો બે નંબરમાં અમેરિકા જવાની લ્હાયમાં શું ને શું કરે છે
Illegal immigration In America : ગુજરાતીઓનો અમેરિકા જવાનો મોહ ક્યારેય ઘટતો નથી. અમેરિકા જવા માટે ગુજરાતીઓ ગમે તે હદે જતા રહે છે. લાખો રૂપિયા તો શું, કરોડો આપવા તૈયાર થઈ જાય છે. સીધી રીતે જવા ન મળે તો બે નંબરમાં અમેરિકા જવા માટે લોકો આતુર હોય છે. પછી ભલેને રસ્તામાં ગમે તેવી યાતના મળે. લોકો આ યાતના પણ સહન કરવા તૈયાર થાય છે. અમેરિકા પહોંચવા માટે લોકો એવા એવા તિકડમ અજમાવતા હોય છે કે જાણીને તમારા હોંશ ઉડી જશે. ગમે તે ભોગે લોકો અમેરિકા જવા તૈયાર થાય છે.
મહેસાણાનો એક કિસ્સો અજીબોગરી છ. મહેસાણામાં એક માતાપિતાએ પોતાના પુત્ર, પુત્રવધુ અને પૌત્રીને બે નંબરમાં અમેરિકા મોકલ્યા હતા. આ માટે વૃદ્ધ દંપતીએ પોતાની 20 વીધા જમીન દોઢ કરોડ રૂપિયામાં વેચી હતી. પરંતુ અમેરિકા ગયા બાદ તેમના પુત્રની દુનિયા લૂંટાઈ ગઈ હતી. તેમની પુત્રવધુ અમેરિકામાં રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ હતી. તેથી પતિ અને દીકરો અમેરિકા ભટકવા મજબૂર બન્યો હતો. તો બીજી તરફ ગામડામાં રહેતા માતાપિતા નોંધારા બન્યા હતા.
લાખો શું, કરોડો ખર્ચો તો પણ એકવાર ગેરકાયદે અમેરિકા ગયેલો ગુજરાતી વતન ફરી શક્તો નથી
તો અન્ય એક કિસ્સો પણ અજીબોગરીબ છે. કલોલના એક ગામમાં લાખો રૂપિયા ખર્ચીને એક યુવક અને તેની પત્ની અમેરિકા ગયા હતા. ત્યાં એરપોર્ટ પર ઉતર્યા બાદ પુત્રવધુ તેના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. બીજા દિવસે તેણે પતિને છૂટાછેડાના કાગળો મોકલ્યા હતા.
મહેસાણાના એક વ્યક્તિની આપવીતી
અમેરિકા રહેતા ઉત્તર ગુજરાતના એક યુવકે પોતાની આપવીતી જણાવી હતી, જે કહેતા તે રડી પડ્યો હતો. તેણે કહ્યું કે, હું વર્ષ 2011 માં 33 લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા આવ્યો હતો. ગુજરાતથી દિલ્હી, અને ત્યાંથી અનેક દેશો ફરીને 45 દિવસે હું મેક્સિકો બોર્ડર પહોંચ્યો હતો. જ્યાં પોલીસે મને પકડી લીધો હતો. આ બાદ હું 6 મહિના જેલમાં રહ્યો હતો. 6 મહિના બાદ એજન્ટોએ છોડાવીને મને ફ્લોરીડા મોકલ્યો હતો. ત્યાં મેં હોટલમાં વેઈટરથી લઈને રસોઈ બનાવવાના કારીગર સુધીના બધા કામ કર્યાં. અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા શું શું ન કર્યું. 22 લાખ આપીને એક હબસી છોકરી સાથે કોન્ટ્રાક્ટ મેરેજ પણ કર્યાં. જેના માટે 11 લાખ એડવાન્સમાં આપવાના હતા, અને બીજા 11 લાખ ગ્રીન કાર્ડ મળ્યા બાદ આપવાના હતા. પરંતુ આ વચ્ચે કોરોના આવી ગયો, ને મને ગ્રીન કાર્ડ ન મળ્યું. અત્યાર સુધી મારા 55 લાખ જેટલા ખર્ચાયા. પરંતુ છતા હું વતન આવી શક્તો નથી.
ગોગા મહારાજનો ડાયરો જોરદાર છવાયો, ખોલબે ભરીને ડોલરનો વરસાદ થયો