જય પટેલ/વલસાડ :અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. વલસાડના ભીખુભાઇ પટેલની અમેરિકાના બવાનામાં તેમની જ મોટેલમાં લાશ મળી આવી છે. આ હત્યાને પગલે વલસાડ જિલ્લામાં પાટીદાર સમાજમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડના કલવાડાના 60 વર્ષીય ભીખુભાઈ પટેલ અમેરિકાના બવાનામાં મોટલ ચલાવે છે. આ ઘટના 31 માર્ચના રોજ સાંજે 5.30 વાગ્યે ઓગેસી રોડ પર આવેલી એક મોટલમાં બની હતી. અધિકારીઓએ કહ્યું કે, તેઓ જ્યારે ઘટનાસ્થળ પર પહોંચ્યા તો તેઓ મૃત મળી આવ્યા હતા. હોટલના રૂમ નંબર 9માંથી તેમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ભીખુભાઈ પટેલનો સમગ્ર પરિવાર અમેરિકામાં જ રહે છે. ત્યારે સ્થાનિક પટેલ સમાજના લોકોએ આ મામલે તપાસ તેજ કરવા પોલીસને કહ્યું હતું. 


જોકે, સ્થાનિક ચૈથમ કાઉન્ટી પોલીસનું કહેવું છે કે, તેમણે આ હત્યા સંબંધમાં 27 વર્ષના એમાનુએલ હાર્વે અને 21 વર્ષની એલેક્સિસ બ્રાઉનની ધરપકડ કરી છે. બંને સંદિગ્ધો પર મોટલના સંચાલક ભીખુભાઈ પટેલની હત્યાનો આરોપ હોવાનું કહેવાય છે. 


એક મોટલ કર્મચારીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણે મોટલના રૂમ નંબર 9માં ભીખુભાઈનો મૃતદેહ જોયો હતો. જેના બાદ તેણે પોલીસને જાણ કરી હતી.