ગુજરાત : જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લામાં જવાનો પર અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલામાં 44 જવાનો શહીદ થયા છે. જેને કારણે હાલ સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. લોકોના મોઢે એક જ વાત છે કે, આ હુમલાનો બદલો લેવો જોઈએ. ત્યારે ગુજરાતમાં પણ આ જઘન્ય કૃત્ય મામલે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, કેટલાક લોકોએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનુ પૂતળુ બાળ્યું


પુલવામાં આતંકવાદી હુમલાના મામલે  દેશવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે, ત્યારે અમદાવાદના થલતેજ ચાર રસ્તા ખાતે દેખાવો કરાયા હતા. જેમાં પાકિસ્તાનનું પૂતળું બાળીને વિરોધ કરાયો હતો, અને મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી.


પાકિસ્તાનની ઝંડાનું દહન
બનાસકાંઠાના પાલનપુરમાં પણ આતંકી હુમલાનો સખત વિરોધ કરાયો હતો. પાલનપુરની જી.ડી.મોદી કોલેજ પાસે આતંકીયોના પૂતળાનું દહન કરાયુ હતું. કોલેજના છાત્રો અને ABVPના કાર્યકર્તાઓએ પાકિસ્તાનના ઝંડા અને આતંકવાદીઓનું પૂતળું બાળ્યું હતું. છાત્રોએ પૂતળા દહન અને સુત્રોચ્ચાર રોષ વ્યક્ત કર્યો હતો. 


વિદ્યાર્થીઓની શહીદોને શ્રદ્ધાંજલિ
સુરતમાં નગર પ્રા. સમિતિના મુસ્લિમ બાળકોએ આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. દેશમાં શાંતિ અને અમન રહે તેવો મેસેજ આપવા માટે આ પ્રાર્થનામાં 300થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.


યુથ ફેસ્ટિવલ કેન્સલ કરાયું
શહીદોની દુખદ ઘટનાને પગલે વડોદરાના એમ.એસ. યુનિનું યૂથ ફેસ્ટિવલ કેન્સલ કરાયું હતું. યુનિના યુજીએસ વ્રજ પટેલે જાહેરાત કરી હતી કે, આતંકી હુમલાના વિરોધમાં યૂથ ફેસ્ટિવલ રદ કરાયું છે અને યુનિવર્સિટીમાં એકપણ ડેની ઉજવણી પણ નહિ કરાય.


મૌન રેલી
કચ્છના મુન્દ્રામાં આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આવતીકાલે શિક્ષણકાર્ય બંધ રાખી મૌન રેલી દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.


મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપી
રાજકોટના જિલ્લા આરોગ્ય કર્મચારીઓ આજથી અચોક્કસ મુદતની હડતાલ પર  ઉતર્યા છે. ત્યારે હડતાલ પહેલા તમામ કર્મચારીઓએ મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.