આ ગુજરાતીએ રામ મંદિર માટે દિલ ખોલીને આપ્યુ હતું દાન, અયોધ્યાથી આવ્યું આમંત્રણ
Ayodhya Ram Mandir Prana Pratishtha : સુરતના અનેક ઉદ્યોગપતિઓએ રામ મંદિર માટે ખોબલે ભરીને દાન આપ્યું છે, જેમાં લક્ષ્મીપતિ સાડી ઉદ્યોગના સંજય સરાવગી પણ સામેલ છે
Ayodhya Ram Mandir : અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે રામ મંદિર માટે અનેક ગુજરાતીઓએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે આ ગુજરાતીઓને પણ આમંત્રણ મળ્યા છે. રામ મંદિર માટે સૌથી વધુ દાન કરનારાઓમાં ગુજરાતીઓના નામ ટોચ પર છે. ત્યારે ગુજરાતના એક એવા દાનવીર વિશે જાણીએ જેમણે રામ મંદિર માટે દિલ ખોલીને દાન આપ્યું છે.
રામ મંદિરનું સાક્ષી બનવા આખો દેશ તૈયાર છે. પરંતું રામ મંદિર માટે દાના કરનારા લોકો માટે સૌથી પહેલા આમંત્રણ મોકલાયું છે. જેમા સામેલ છે સુરતના દાનવીર ઉદ્યોગપતિ સંજય સરાવગી. જેમને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા આમંત્રણ મળ્યું છે.
હકીકતમાં, સુરતમાં લક્ષ્મીપતિ સાડીનો મોટો કારોબાર છે, જે દેશભરમાં ફેલાયેલો છે. આ ઉદ્યોગના કર્તાહર્તા એટલે સંજય સરાવગી. રામ મંદિરનું આમંત્રણ મળતા જ સંજયભાઈ ખુશખુશાલ થી ગયા છે. તેમને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા નિમંત્રણ કાર્ડ મળ્યું છે.
મહેસાણાના આ દાદામાં છે ગજબનો પાવર! 74 વર્ષની ઉંમરે રામનું નામ લઈ નીકળી પડ્યા
આ સુરતીઓને મળ્યા અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહના સત્તાવાર આમંત્રણ
- મોરારીબાપુ - 16 કરોડથી વધુ
- ગોવિંદભાઇ ધોળકીયા - શ્રીરામકૃષ્ણ એક્ષ્પોર્ટ દાન રૂ.11 કરોડ
- જયંતિભાઇ કબૂતરવાલા - કલરટેક્ષ ગ્રુપ દાન રૂ.5 કરોડ
- સવજીભાઇ ધોળકીયા - શ્રીહરી કૃષ્ણએક્ષ્પોર્ટ
- લવજીભાઇ બાદશાહ - ઉદ્યોગપતિ રિયલ એસ્ટેટ
- ઘનશ્યામભાઇ શંકર - હીરા ઉદ્યોગપતિ
- પ્રભુજી ચૌધરી
- સંજયભાઇ સરાવગી - ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકાર
- વિનોદભાઇ અગ્રવાલ
- દ્વારકાદાસ મારુ
- જગદીશભાઇ પ્રયાગ
- સી.પી. વાનાણી
- દિનેશભાઇ નાવડીયા - હીરા ઉદ્યોગકાર
- અરજણભાઇ ધોળકીયા
સુરતને કહેવાય છે દાનવીર કર્ણની ભૂમિ
સંજય સરાવગી કહે છે કે, તેમના પૂર્વજોનું કોઈ સત્કાર્ય રહ્યુ હશે કે, જેના કારણે તેઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા માટે તક મળી છે. આપણ સૌ માટે આ શુભ અવસર છે. રામ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય હજી ચાલુ છે. જો આગળ પણ ધનની જરૂર પડશે તો સુરતના લોકો તે પણ ઉભુ કરી આપશે. સુરતના તમામ સમાજના લોકો દાન કરવા માટે તૈયાર છે. કારણ કે, સુરતને દાનવીર કર્ણની ભૂમિ કહેવામાં આવે છે.
અયોધ્યા રામ મંદિરમાં પાયાનો પથ્થર બનેલા 22 કારસેવકોનું કરાયું સન્માન
આમંત્રણ મોકલાઈ રહ્યાં છે
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ દેશભરમાં આ માટેનો ઉત્સાહ વહી રહ્યો છે. 22મી જાન્યુઆરીના કાર્યક્રમની તૈયારીઓ સમગ્ર દેશમાં થઈ રહી છે. ઐતિહાસિક મહોત્સવ માટે અયોધ્યામાં અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રધાનમંત્રીના એક ટ્વિટથી લોકોના ઉત્સાહમાં વધારો થયો છે. દેશભરમાં લોકોને આમંત્રણ મોકલાઈ રહ્યાં છે. સમગ્ર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું તિર્થધામ બની રહેનારા અયોધ્યા રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા સમારોહ આગામી તારીખ 22મી જાન્યુઆરી 2024 ના રોજ યોજાઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા આ ભવ્યાતિભવ્ય સમારોહમાં ફક્તને ફક્ત આમંત્રિતો જ ઉપસ્થિત થઇ શકશે. અયોધ્યા રામલલ્લાના મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે દેશના ખૂણેખૂણામાંથી ગણ્યમાન્ય વ્યક્તિઓ તેમજ રામ મંદિર નિર્માણ કાર્યમાં રૂ.25 લાખ કે તેનાથી વધુનું દાન આપનારા દાતાઓને જ આમંત્રણ કાર્ડ પાઠવવામાં આવી રહ્યા છે.
PM Modi ભણ્યા તે શાળામાં વિદ્યાર્થીઓને કરાવાશે સ્ટડી ટુર, આ રીતે થશે રજિસ્ટ્રેશન