ઝી મીડિયા બ્યુરો: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદીઓને પણ કાળઝાળ ગરમીનો મારો સહન કરવો પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હાલમાં ઉત્તર-પૂર્વ દિશાનો પવન ચાલી રહ્યો છે જેના કારણે આગામી બે દિવસમાં તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રીએ પહોંચી શકે છે. ગુજરાત હવામાન વિભાગે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સામાન્ય રીતે હોળી બાદ ગરમી શરૂ થતી હોય છે. પરંતુ આ વખતે હોળી પહેલા જ ગરમીએ માઝા મુકી છે.


ગુજરાતીઓએ હોળી પહેલા જ ગરમીનો સામનો કરવો પડશે. 16 માર્ચ સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી વટાવી દેશે. ઉત્તર ગુજરાતમાં અત્યારથી જ ગરમીનો પારો ફરી એકવાર ઉંચો ચડવા લાગ્યો છે. રાજસ્થાન અને ગુજરાતને એન્ટ્રી સાઇક્લોનિક સર્કુલેશન સિસ્ટમ બની રહી છે. જેના કારણે આગામી બે દિવસમાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. રાજ્યના 17 શહેરોનું તાપમાન 38 ડિગ્રીને પાર કરી જતાં લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.


અમદાવાદમાં ગરમીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. એક દાયકામાં પહેલીવાર અમદાવાદમાં 15 માર્ચ પહેલા જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર ગયો છે. એક જ દિવસમાં અમદાવાદના તાપમાનમાં 4.6 ડિગ્રીનો વધારો થયો છે. એન્ટિ સાઈક્લોનિક સરક્યુલેશનથી પવનની દિશા બદલાવા સાથે ગરમ-સૂકા પવનની અસરથી અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. આગામી ત્રણ દિવસો દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં હિટવેવથી ગરમી વધુ 2 ડિગ્રી વધી શકે છે. અગાઉ સૌથી વધુ 42.8 ડિગ્રી મહત્તમ તાપમાન 28 માર્ચ-2017ના રોજ નોંધાયું હતું. 


નોંધનીય છે કે, સોમવારે અમદાવાદમાં ગરમીનો પારો 4.6 ડિગ્રી વધીને 40.2 ડિગ્રીએ પહોંચતાં સિઝનનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું છે. મહત્વનું છે બે દિવસ રાજ્યમાં ગરમીનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube