દાહોદ : નશાનો કારોબાર દેવગઢ બારીયાના તાલુકાના સાલીયા ગામ માં વાવેતર કરેલો 1.14 કરોડનો ગાંજો ઝડપાયો હતો. બે ખેતરોમા વાવણી કરેલા 1870 છોડ પોલીસે કબ્જે કર્યા હતા. દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામેથી દાહોદ SOG પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમા ત્રણ ખેતરોમાંથી ઉગાડેલા લીલા ગાંજાના છોડ નંગ 1875 કિંમત રૂ 1 કરોડ 14 લાખ 3 હજાર 400ના જથ્થા સાથે બે ખેતર માલિકોને ઝડપી પાડ્યાં હતા. એકાદ બે માસ અગાઉ જિલ્લાના અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી કરોડોની કિંમતના ગાંજાના છોડના વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતુ. ત્યારે ફરીવાર ગાંજાના ખેતી ઝડપાતાં દાહોદ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BOTAD નું સેંકડોની વસ્તી ધરાવતું ગામ સમરસ થયું, વડીલોએ આ પ્રકારે ભગીરથ કાર્યપાર પાડ્યું


બીજી તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો દાહોદ જિલ્લો જાણે ગાંજાની ખેતરમાં એપી સેન્ટર ગણાતું હોય તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે. કેટલાંક માસ અગાઉ પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં કરોડો રુપિયાનુ ગાંજાની ખેતરોમાં વાવેતર ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે ફરીવાર દેવગઢ બારીયામાં વધુ ત્રણ ખેતરમાં લીલા ગાંજાના વાવેતરના છોડ ઝડપી પાડવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. દેવગઢ બારીયા તાલુકાના સાલીયા ગામે કરોધ ફળિયામાં રહેતાં નરસિંહ ફતાભાઈ પટેલ તથા ગણપત સરતનભાઈ બારીયાના ત્રણ ખેતરોમાં લીલા ગાંજાનું વાવેતર કર્યું હોવાની દાહોદ એસ.ઓ.જી. પોલીસને બાતમી મળી હતી. 


ભાજપની રાષ્ટ્રીય કારોબારી બેઠકનું કેવડિયા ખાતે સમાપન, નેતાઓનું આક્રમક નિવેદન


બાતમીના આધારે ગતરોજ ઓચિંતો ઉપરોક્ત બંન્ને ઈસમોના ખેતરોમાં છાપો માર્યો હતો. જેમાં પોલીસે ત્રણેય ખેતરોમાં ઉગાડેલ લીલા ગાંજાના છોડ નંગય. 1875 વજન 1140 કિલો 340 ગ્રામ. જેની કિંમત રૂ. 1 કરોડ 14 લાખ 3 હજાર 400નો જથ્થો કબ્જે લીધો હતો. સાથે બંને ખેતર માલિકોને ઝડપી લીધા હતાં. વધુમાં જાણવા મળ્યાં અનુસાર, ખેતરોમાં તુવેરના પાક સાથે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે બે સરકારી પંચોને સાથે રાખી ગાંજાના છોડ કબજે કર્યાં હતાં. સાથે સાથે એફ.એસ.એલ.ના અધિકારીઓને પણ બોલાવી ઉપરોક્ત ત્રણેય ખેતરોમાં મળી આવેલા ગાંજાના છોડના પરિક્ષણ કરતાં તમામ છોડ લીલા ગાંજા હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે ગાંજાના છોડ કબજે લઈ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂદ્ધ પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube