ભરત ચુડાસમા/ભરૂચ : અંકલેશ્વરમાં ગઠીયાઓએ એટલા બધા વાહનોની ચોરી કરી કે આખો શો રૂમ ભરાઇ જાય. રૂપિયા 9 લાખના મુદ્દામાલ સાથે બન્ને ગઠીયાની પોલીસે ધરપકડ કરી છે. જાહેર માર્ગો અને રોડ સાઇડ પાર્ક કરેલી નવી બાઇકો જ બન્ને ચોર ઉપાડી જતા હતા. એક બાઈક ઉપર બન્ને ચોર આવી અને બીજો વગર ચાવીએ મોટરસાયકલ ધક્કો મારી અને રોડ ઉપર લઇ લેતો. ત્યારબાદ બીજી બાઇકથી ધક્કો મારી હંકારી જતા હતા. સીસીટીવી ફૂટેજમાં આ પ્રકારની આરોપીઓની મોડેસ ઓપરેન્ડી જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનું ગૌરવ બની રાગ પટેલ, RRR ફિલ્મમાં એક ગીતમાં તેના અવાજનો જાદુ છવાયો


અંકલેશ્વરમાંથી બે એવા ચોરોને પોલીસે પકડી પાડ્યા છે. જેઓ નવી બાઇક અને મોપેડ જ ચોરી કરવાનો આગ્રહ રાખતા હતા. જેઓ એ એક બાદ એક બાઇકો ચોરી કરી એક આખો ચોરીની બાઇકોનો શો રૂમ જ ઉભો કરી દીધો હતો. પોલીસે બન્ને બાઇક ચોર યુવાનને 19 બાઇક, બે મોબાઈલ મળી કુલ રૂપિયા 9 લાખના મુદ્દામાલ સાથે લોકઅપ ભેગા કરી દીધા છે. અંકલેશ્વર શહેર પોલીસે ચેકીંગ વેળા બે વાહણચોરોને ઝડપી પાડી નવી બાઇક ચોરીના 19 ગુનાઓનો ભેદ ઉકેલી કુલ રૂપિયા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અંકલેશ્વર ચૌટા બજાર ખાતે પોલીસ કાફલો ચેકીંગમાં હતો. સુરવાડી બ્રિજ પરથી નંબર પ્લેટ વગરની બાઇક ઉપર બે યુવાનો આવી રહ્યાં હતાં. તેમને અટકાવવાનો પ્રયાસ કરતા બન્નેએ વાહન હંકારી દીધું હતું.


Global Center of Traditional Medicines: ગુજરાતના જામનગરમાં બનશે પરંપરાગત દવાઓનું વૈશ્વિક સેન્ટર, WHO અને ભારત સરકાર વચ્ચે મહત્ત્વપૂર્ણ કરાર


પોલીસે પીછો કરી બન્નેને પકડી લેતા તપાસમાં બાઇક ચોરીની કબૂલાત કરી હતી. રીઢા વાહન ચોર હાલ હિંગલોટ અને મૂળ અંકલેશ્વરના નઈમ ઉર્ફે સોનુ ઇકબાલ શેખ અને મોહંમદ ઉઝેર અબ્દુલ મજીદ શેખની વધુ પૂછપરછમાં તેઓએ 19 બાઇક ચોરી હોવાની કબૂલાત કરી હતી. બંને આરોપી જાહેર રોડ સાઇટ ઉપરથી નવી બાઇકોની જ ચોરી કરતા હતા. શહેર પોલીસે બન્નેની ધરપકડ કરી 19 બાઇક, બે મોબાઈલ સહિત રૂપિયા 9 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.