Sanand News : અમદાવાદની સાણંદ નગરપાલિકાએ વેરામાં વધારો કરતા આજે આખું સાણંદ શહેર બંધ રહ્યું છે. આકરા કરબોજ સામે સુવિધાઓ ન મળતી હોવાથી સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે. વેરામાં રહેણાંક વિસ્તારમાં 200 ટકા અને કોમર્શિયલ મિલકત પર 400 ટકાનો વધારો કરાતા હવે સ્થાનિકો રોષે ભરાયા છે. નગરપાલિકાએ કરેલા ટેક્સ વધારા સામે આજે સાણંદ બંધની જાહેરાત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નગરપાલિકાએ કરેલ કર વધારા સામે આજે સાણંદ બંધ જોવા મળ્યું છે. રહેણાંક વિસ્તારમાં ૨૦૦ ટકા અને કોમર્શિયલ મિલકત પર ૪૦૦ ટકાનો વધારો ઝીંકાયો છે. આકરા કરબોજ સામે સાણંદ રહીશોનો આક્રોશ જોવા મળ્યો છે. વેપારી, શાકભાજી, પાથરણાં એસોસિએશનોએ સાણંદ બંધ આપ્યું છે. સાણંદમાં રહેણાંક મિલકત વેરો 339 થી વધારી 560 કરાયો છે. તો શિક્ષણ ઉપર કર 10 થી વધારી 17 કરાયો છે. પાણી વેરો ૮૦૦ થી વધારી ૨૦૦૦ કરાયો છે. તો સફાઈ વેરો ૨૦૦ થી ૫૦૦, દિવાબત્તી વેરો ૧૫૦ થી ૩૦૦ કરાયો છે. આ ઉપરાંત નવી ખરીદાયેલ મિલકતની પાલિકામાં નોંધણી માટે એક ટકા ફી લાગુ કરાઈ છે. 


ડાકોર મંદિરમાં હવે ગમે તેવા કપડા પહેરીને નહિ જઈ શકાય, મૂકાયો આ પ્રતિબંધ


સુરતીઓની શુભ ઘડી આવી : આ તારીખથી શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર


મહેસાણામાં ડુપ્લીકેટ માર્કશીટનું મસમોટું કૌભાંડ : ફરમો તૈયાર, નામ બદલીને મળતી ડિગ્રી


આજે ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મદિવસ : એકવાર મળ્યા પછી ક્યારેય ન ભૂલો તેવુ વ્યક્તિત્વ