Surat New ચેતન પટેલ/સુરત : અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભાવિ ભક્તોને દર્શન આપવા માટે રથ પર સવાર થઈ નગર ચર્ચા કરશે. આ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ સુરત વરાછા ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે રીતે રોડ પર ઈલેક્ટ્રીક વાહન જોવા મળે છે. તે જ ટેકનિક થી આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ટ્રકના નીચેના ભાગને વાપરી તેની ઉપર રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના વરાછા વિસ્તાર ખાતે આવેલા ઇસ્કોન મંદિર ની અંદર હાલ ગુજરાતનો સૌથી મોટો રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રથયાત્રાના દિવસે પ્રથમવાર અત્યાધુનિક ટેકનિક અને સમય પ્રમાણે જે રીતે રથમાં બદલાવ આવવો જોઈએ તે જોવા મળશે. સામાન્ય રીતે રથયાત્રા માટે ખાસ લાકડાથી રથ તૈયાર કરવામાં આવતો હોય છે અને કારીગરો મહિના સુધી આ રથને તૈયાર કરે છે. પરંતુ સુરત વરાછા ખાતે ઇસ્કોન મંદિરમાં ખાસ ટ્રકની નીચેનો ભાગ લઈને તેની ઉપર ભગવાન જગન્નાથજી માટે રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રીતે હાઇડ્રોલિક રથ છે. તેને ચલાવવા માટે ડ્રાઇવરની સીટ પણ જોવા મળશે અને સહેલાઈથી ભરચક વિસ્તારમાં બ્રેક લાગી શકે આ માટેની વ્યવસ્થા પણ આ રથમાં જોવા મળશે. 


વાવાઝોડામાં જળબંબાકાર થયેલા માંડવીનો આકાશી નજારો, તસવીરો જોઈ તબાહીનો અંદાજ આવશે


આ રથ વિશે ઈસ્કોન મંદિરના પ્રવક્તાએ જણાવ્યું કે, આ રથ છેલ્લા આઠ મહિનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ રથ અગાઉ વડોદરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેનું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયા બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે અને હાલ તેના રંગરોગાનનું કામ ચાલુ છે. આખા ગુજરાતમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર ધરાવતો આ રથ છે. કારણ કે આ ઈલેક્ટ્રીક વાહનની જેમ રોડ પરથી પસાર થશે. તેમાં લાકડાની સાથે સ્ટીલ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રથની જેમ જ આ રથમાં પૈડાં જોવા પણ મળશે. 


વાવાઝોડું અને ચોમાસું ભેગા થશે તો શું થશે, અંબાલાલ પટેલની વધુ એક ભયાનક આગાહી


સાથે જ ગુજરાતભરમાં આ રથ આકર્ષણનું કેન્દ્ર બનશે. કારણકે આ રથ ગુજરાતનો સૌથી મોટ રથ છે. જેની ઊંચાઈ 33 ફૂટ છે. લંબાઈ 27 ફૂટ પહોળાઈ 17 ફૂટ છે. હાલ જે આ રથ તૈયાર કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ આધુનિક અને સમય પ્રમાણે છે. મોટા ટ્રકના નીચેના ભાગ જે હાઇડ્રોલિક પાર્ટ હોય છે. તેને લઈ તેની ઉપર આખી સિસ્ટમ અપલોડ કરવામાં આવી છે. 


રથને ચલાવવા માટે એક ડ્રાઇવિંગ સ્ટેન્ડ પણ છે. રથને ભક્તો ચલાવશે. આ માટે તમામ પ્રકારની સુવિધા રથમાં જોવા મળશે. જે રીતે ઈલેક્ટ્રીક ગાડીમાં જે સિસ્ટમ હોય છે. તે જ રીતે આ સિસ્ટમ રથમાં તૈયાર કરી છે. રથયાત્રા કુલ 11 કિલોમીટરની હશે. જે સુરત વરાછા મિની બજારથી પ્રારંભ થશે અને સરથાણા જકાતનાકા સુધી જશે. 


એક જ દિવસમાં વાવાઝોડાએ તબાહી મચાવી, શુક્રવારે વરસેલા વરસાદના આંકડા આવી ગય