હિતલ પારેખ/ગાંધીનગર: દેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા હતા. દેશની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવેલી ભાજપ સરકાર ફરી વાર બહુમતી મેળવવા માટે પ્રયત્નો કરશે. લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ સમગ્ર દેશમાં શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુ વાંચો..મહેસાણા:LCBએ દારૂ ભરેલુ ટ્રેલર ઝડપ્યું, 833 પેટી દારૂ સાથે 53 લાખનો મુદ્દામાલ જપ્ત


રેગ્યુલર બજેટ લોકસભાની ચૂંટણી બાદ થશે રજૂ
ગુજરાત સરકારનું બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ થશે. ફેબ્રુઆરીમાં 4 માસનું લેખાનુદાન રજૂ થશે. વોટ ઓન એકાઉન્ટ માટે વિધાનસભાનું 7 દિવસનું સત્ર યોજાશે. મેમાં યોજનારી ચૂંટણીના કારણે બજેટ રજૂ નહીં થાય. લેખાનુદાન અંગે રાજ્ય સરકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. રેગ્યુલર બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ કરવામાં આવશે.