ગૌરવ પટેલ ,અમદાવાદ: કેન્દ્ર સરકારે ઘડેલા ત્રણ કૃષિ કાયદા સામે દેશમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. જેમાં કોન્ટ્રાક્ટ ફાર્મિગ અને મુક્ત બજારની જોગવાઇનો ભારે વિરોધ થઇ રહ્યો છે. આવા સમયમાં ગુજરાતમાં મકાઇના પાકનુ કોન્ટ્રાકટ ફાર્મિગ શરુ થયુ છે. ગુજરાતમા છેલ્લા ઘણા સમયથી બટાટાનું કોન્ટ્રાકટ ફાર્મિગ થતું આવ્યું છે અને હવે મકાઇને કોન્ટ્રાક્ટ ફાર્મિગે કાયદા સામે ચાલી રહેલા આંદોલનને પડકાર ફેક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું કોન્ટ્રાકટ ફાર્મિગથી ખેડૂત ખેત મજુર બનશે અને તે જમીન વિહોણો થઇ જશે આ સવાલનો જવાબ અમદાવાદ જિલ્લા વિરમગામ તાલુકાના વાસણ ગામના ખેડૂતો આપી રહ્યા છે. સામાન્ય સંજોગોમાં અમદવાદ જિલ્લામાં ડાંગર ઘઉ અને કપાસનું વાવેતર વધારે પ્રમાણમા થાય છે. જોકે ચાલુ વર્ષે ખાનગી કંપની ભાગ્યશ્રી સાઇલેજ દ્વારા મકાઇનુ કોન્ટ્રાક્ટ ફાર્મિગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ જિલ્લાના આઠ ગામના 20 થી  વધારે ખેડૂતોએ 550 વિધા એટલેકે 300 એકરમાં મકાઇનું વાવેતર કર્યુ છે. 


કંપનીએ મકાઇના વાવેતર પહેલા એક કિલો મકાઇ બે રૂપિયાના ભાવે ખરીદવાનો કોન્ટ્રાક્ટ કર્યો જેમાં બીયારણ કંપની દ્વારા આપવામાં આવ્યું જેની કિંમત મકાઇના ઉત્પાદન બાદ ખેડૂતને થતી આવકમાંથી કટ કરાશે ખેડૂતોનો દાવો છે કે આ પ્રકારની ખેતી તેમને ઘઉં અને ડાંગર કરતા વધારે નફો કરાવશે. આંદાલન કરતા ખેડૂતોને અમદાવાદના ખેડૂતોએ સંદેશ પણ આપ્યો. 


કંપનીના એમડી નારાણ ભાઇ ડાભીનાના કહેવા પ્રમાણે કંપની ખેડૂતને મકાઇ વાવવા માટે તથા તેના હાર્વેસ્ટીગ માટે મશીન આપશે. ખેડૂતે માત્ર ખેતર સુધી જવાનો રસ્તો તૈયાર કરવાનો રહેશે. આ સિવાય જે પાક હાર્વેસ્ટ થાય તેને વજન કાંટા સુધી લઇ જવાની જવાબદારી ખેડૂતની રહેશે. નારણ ભાઇ ડાભીના કહેવા પ્રમાણે એક વિધામાંથી 40 કે 50 મણ ઘઉનું ઉત્પાદન થાય જેની બજાર કિમત સરેરાશ 350 આકવામાં આવે તો આવક 14000 થાય જેની સામે મકાઇનું એક વિઘાનુ ઉત્પાદન 700 થી 800 મણ થાય જેની બજાર કિમત 40 રૂપિયા આકતા આવક 32000 સુધીની થાય છે.  


જે ઘઉના પાકની સરખામણીમાં અઢી ગણી કહી શકાય વળી મકાઇનો પાક ઘઉંના પાક કરતા ઓછા સમયમાં તૈયાર થાય છે. ખેડૂતને બિયારણ ફર્ટીલાઇઝર અને પેસ્ટીસાઇડ આપશે જેની કિંમત ખેડૂતે પાક ઉત્પાદન કર્યા બાદ તેની આવકની કુલ રકમમાથી કટ કરાશે. કપનીના એમડીનો દાવો છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિગથી જમીન ખેડૂતની જ રહેવાની છે. 


દિલ્હીની સરહદો પર ખેડૂતો નવા કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાંબટેટા બાદ હવે મકાઇની કોન્ટ્રાક્ટ ફાર્મિગની શરુઆત થતાં આંદોલન સામે પ્રર્શ્નાર્થ ઉભા થઇ રહ્યા છે. મકાઇનું કોન્ટ્રાક્ટ ફાર્મિગ કરી રહેલા ખેડૂતોનું માનવું છે કે તે ફાયદાકારક છે જ્યારે આદોલન કરતા ખેડ઼ૂતોના મંતવ્યો કંઇક અલગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube