ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતનો હિરો ઉદ્યોગ વર્ષ 2008 કરતાં વધારે ઘાતક મંદીની ચપેટમાં આગળ વધી રહ્યો છે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પોલીસ હીરાની માંગમાં ઘટાડો થતાં સ્થાનિક સ્તેર કારખાના બંધ થઇ રહ્યા છે જેને પગલે રત્ન કલાકારોએ બેકાર થવાના વારા આવ્યા હિરા ઉદ્યોગની આ મંદી માટે નાના ઉદ્યોગ કારો નિરવ મોદી સ્કેમને જવાબદાર માને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિરવ મોદીનુ 300 કરોડ કરતાનું વધારેનું કૌભાંડ ગુજરાતમાં ડાયમન્ડ઼ ઉદ્યોગની મંદીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી આંતરાષ્ટ્રીય બજારમાં પોલીસ હીરાની માંગમાં ઘટાડો થતાં ગુજરાતમાં નાના પાયે ચાલતા હિરાના કારખાના બંધ થવાની કગાર પર છે હિરાને પોલીસ કરવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા જિતુભાઇ મોરડીયાના અમદાવાદના કારખાનામાં 400થી વધારે રત્ન કલાકારો કામ કરતા હતા. તેમને ત્યાં હિરાના રફ કટ માટેના 7 મશીન હતા પણ મંદીએ એ હદે ઉદ્યોગનો ભરડો લીધો છે કે આજે તેમને ત્યામ રફ કટ માટેના માત્ર 2 મશીન અને અને માત્ર 40 રત્ન કલાકાર કામ કરી રહ્યા છે. 


વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે ઠાકોર સમાજ પર કટાક્ષ કરતા મહેસાણામાં વિરોધ


નિરવ મોદીના સ્કેમના કારણે બેંકોએ કેશ ક્રેડીટમાં ઘટાડો કર્યો જેની અસર રો મટીરીયલ પ્રોવાઇડ કરતી કપનીઓ પર પડી જેના લીધી હિરાના ઉદ્યોગ પર મંદીનો ઓછાયો લાગ્યો બેંકોઓ ક્રેશ કેડીટ આપવાનું બંધ કરતાં હિરાના મેન્યુફેક્ચરની હાલત કફોડી બની તેમને પોતના યુનીટ અને યુનીટ પર કામ કરતા રત્ન કલાકારોની સંખ્યા ઘટાડી સાથેજ કામના કલાકો ઘટાડ્યા જેના લીધે રત્ન કલાકારોની હાલત વધારે કફોડી થઇ છે.


પત્નીએ 9 વર્ષની દિકરી પર દુષ્કર્મ ગુજારી રહેલા નરાધમ પતિને રંગેહાથ ઝડપ્યો


જૂઓ LIVE TV....



વતનમાં ખેતી માટે પુરત જમીન ન હોવાથી અને જો જમીન હોય તો પાણી ન હોવાથી સ્થળાંતરી કરી જે લોકો રત્ન કલાકાર બન્યા તે હાલમા બીજા ક્ષેત્રમાં જવા મજબુર બન્યા છે જો કે બીજી ક્ષેત્રમાં પણ મંદી હોવાથી તેમના માટે રોજગાર શોધવો અઘરો બન્યો છે. મંદીમાં સપડાયેલા હિરા ઉદ્યોગને તેજીનુ કોઇ એધાણ ન દેખાતા તેમણે સરકાર તરફ મીટ માંડી છે. મેન્યુફેક્ચરર સરકાર પાસે મશીનરી પર લોન અને સબસીડીની માગ કરી રહ્યા છે.