ગુજરાતની ડમી શાળાઓમાં ફફડાટ! શિક્ષણ વિભાગના આદેશના પગલે DEO કરશે સરપ્રાઇઝ ચેકીંગ
Gujarat Education: ડમી સ્કૂલો સામે કાર્યવાહી કરવા એક્શન પ્લાન તૈયાર. વિદ્યાર્થીઓને શાળામાં ગેરહાજર રાખી ખાનગી કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરવાની છૂટછાટ આપતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી.
Gujarat Education અતુલ તિવારી/અમદાવાદ: રાજ્યની ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડના સભ્યોએ અગાઉ માંગ કરી હતી. આ સંદર્ભે એક મોટા સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ વિભાગે તમામ DEO ને ડમી શાળાઓ અંગે તપાસ કરવા આદેશ કર્યો છે. કાર્યક્ષેત્રમાં આવતી ડમી શાળાઓની તપાસ કરવા તમામ શિક્ષણ નિરીક્ષક તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષકને અમદાવાદ શહેર DEO એ આદેશ આપ્યો છે.
ગુજરાત સરકારનો શિક્ષકોને ઝટકો: 41 હજાર જગ્યાઓ જ ઓછી કરી દીધી, હવે નોકરીની આશા ના રાખ
સરકારી, ખાનગી તેમજ ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ પૈકી કેટલીક શાળાઓમાં કાર્યના કલાકો દરમિયાન વિદ્યાર્થીઓ ગેરહાજર રહેવાનું ધ્યાને આવતા આદેશ કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. શાળાઓની આકસ્મિક તપાસ તેમજ બાકી શાળાઓમાં તબક્કાવાર તપાસ કરવા સૂચના આપવામાં આવી છે. હકીકતલક્ષી અહેવાલ જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવા આદેશ કરાયો છે. તપાસ અંગે જિલ્લા કક્ષાએ ક્રોસ વેરીફિકેશન પણ કરાશે.
ઘોર કળિયુગ! કથાના બહાને આવેલા મહારાજે પરિણીતા સાથે કર્યું ગંદું કામ, બાથરૂમમાં ગઈને.
શૈક્ષણિક કાર્યના કલાકો દરમિયાન વિદ્યાર્થીઓ ગેરહાજર ન રહે તે સુનિશ્ચિત કરવા પણ આદેશ અપાયો છે. આગામી દિવસમાં ડમી શાળાઓ અથવા તો કાર્યના કલાકો દરમિયાન વિદ્યાર્થી ગેરહાજર રહે તો સંપૂર્ણ જવાબદારી શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકના શિરે રહેશે.
અમદાવાદની તમામ સ્કૂલોમાં ભણતરનો નહીં પરંતુ દફતરનો ભાર થશે ઓછો, DEO એ કર્યો આદેશ
ઉલ્લેખનીય છે કે, રાજ્યની ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડના સભ્યોએ CM ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં ડમી શાળાઓ બંધ કરી તપાસ કરવાની માંગ કરાઈ હતી. ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ હોય છે, પરિણામ સ્વરૂપે ઉત્તરવહી ચકાસણીમાં પણ આવા શિક્ષકો ન આવતા હોવાની રજૂઆત કરાઈ છે. આવી ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે.
35 કરોડનું દીવાળું ફૂંક્યું! અ'વાદના બિલ્ડર સાથે ઠગબાજે એવી રીતે છેતરપિંડી કરી કે...
ડમી શાળાથી પરિણામ પર અસર
આમ, ગુજરાતભરમાં ચાલતી ડમી શાળાઓની તપાસ કરી, શાળા બંધ કરવા કાર્યવાહી કરી, કાનૂની કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડ દ્વારા અપીલ કરાઈ હતી. શિક્ષણ બોર્ડના સભ્યોએ ડમી શાળાઓની તપાસ કરવા પત્ર લખ્યો હતો. પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રી કુબેર ડીંડોરને પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યમાં ચાલતી ડમી શાળાઓને કારણે પરિણામ પર નકારાત્મક અસર થતી હોવાની રજુઆત કરી હતી.