સોનેરી અક્ષરોમાં લખાશે આજનો દિવસ! ગુજરાતનું સૌપ્રથમ સંયુક્ત હાર્ટ-લંગની સફળતાપૂર્વક સર્જરી
હાર્ટ-લંગ ટ્રાન્સપ્લાન્ટ એ ખૂબ જ જટિલ શસ્ત્રક્રિયા છે જે દર્દી અને તબીબી ટીમો બંને માટે મુશ્કેલીઓથી ભરેલી છે. મુખ્ય સમસ્યા એ છે કે પ્રત્યારોપણ માટે પૂરતા અંગો ઉપલબ્ધ નથી અને દર્દીના શરીર સાથે મેળ ખાતા અંગો શોધવા પણ પડકારજનક છે.
અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાતમાં KD હોસ્પિટલે તેનું સૌપ્રથમ સંયુક્ત હૃદય અને ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યુ. આ જીવનરક્ષક ટ્રાન્સપ્લાન્ટ સર્જરી મહેસાણાના રહેવાસી 60 વર્ષીય જીવણજી પ્રધાનજી ઠાકોર પર કરવામાં આવી, જે ઇન્ટર્સ્ટિશિયલ લંગ ડિસીઝ અને ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ સામે લડી રહ્યા હતા. જીવણભાઈને લગભગ એક દાયકાથી શ્વાસની તકલીફ હતી, અને છેલ્લા ચાર-પાંચ મહિનાથી ડોમિસિલરી ઓક્સિજન એટલે ઘરે જ ઓક્સિજનથી ઉપચાર ચાલુ હતો. ટ્રાન્સપ્લાન્ટ પહેલા, તેમને સતત ઉધરસ હતી અને તેમને તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર હતી.
હનુમાનજીના અપમાનનો વિવાદ વકર્યો! કરણી સેના મેદાનમાં, આપ્યું 24 કલાકનું અલ્ટીમેટ, નહી
આ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી KD હોસ્પિટલના પલ્મોનરી અને કાર્ડિયાક સાયન્સના વિભાગોની નિષ્ણાત ટીમ અને KIMS હૈદરાબાદ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાર્ટ એન્ડ લંગ ટ્રાન્સપ્લાન્ટેશનના પ્રોગ્રામ ડાયરેક્ટર અને અધ્યક્ષ ડૉ. સંદિપ અટ્ટવારની આગેવાની હેઠળ હાથ ધરાઈ હતી. આ દર્દી માટે અગાઉ પાંચ વખત ઓર્ગન એલર્ટ પ્રાપ્ત થયું હતું, અને પાંચમાં એલર્ટ વખતે પ્રાપ્ત અંગ સંપૂર્ણ મેચ થતા ટ્રાન્સપ્લાન્ટનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વ્યાપક સંચાલન માટે, તેમનો કેસ KD હોસ્પિટલની નિષ્ણાત પલ્મોનરી ટીમ જેમાં ડૉ. હરજીત સિંઘ ડુમરા, ડૉ. મુકેશ પટેલ, ડૉ. પ્રદિપ ડાભી, ડૉ. માનસી દંડનાયક, ડૉ. વિનીત પટેલ અને નિષ્ણાત કાર્ડિયાક સાયન્સ ટીમના ડૉ. ભાવિન દેસાઈ, ડૉ.જયેશ રાવલ અને ડૉ. કૃણાલ તમકુવાલને સોંપવામાં આવ્યો હતો.
ભારત 266 રન બનાવી ઓલઆઉટ, ઈશાન કિશન અને હાર્દિકની શાનદાર ઈનિંગ, આફ્રિદીની 4 વિકેટ
હાર્ટ-લંગ ટ્રાન્સપ્લાન્ટ એ ખૂબ જ જટિલ શસ્ત્રક્રિયા છે જે દર્દી અને તબીબી ટીમો બંને માટે મુશ્કેલીઓથી ભરેલી છે. મુખ્ય સમસ્યા એ છે કે પ્રત્યારોપણ માટે પૂરતા અંગો ઉપલબ્ધ નથી અને દર્દીના શરીર સાથે મેળ ખાતા અંગો શોધવા પણ પડકારજનક છે. ક્ષતિગ્રસ્ત અવયવોને દાતાના અંગો સાથે ઝડપથી બદલવા માટે બે સર્જીકલ ટીમો કાર્યરત હોય છે અને આ પ્રક્રિયામાં લાંબો સમય લાગે છે, સામાન્ય રીતે હૃદય-ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ માટે લગભગ 10-12 કલાક લાગે છે.
રિવરફ્રન્ટ પર તૈયાર બે સ્પોર્ટસ કોમ્પલેક્ષનું આખરે લોકાર્પણ, અદાણીને કરાયા છે લ્હાણી
ડો. હરજીત સિંઘ ડુમરાના જણાવ્યા અનુસાર, "કેટલીકવાર, શરીરની સંરક્ષણ પ્રણાલી ટ્રાન્સપ્લાન્ટ પછી નવા હૃદય અને ફેફસાંને સ્વીકારી શકતી નથી. જે લોકો ટ્રાન્સપ્લાન્ટ કરાવે છે તેઓમાં પણ બીમાર થવાની શક્યતા વધુ હોય છે. ટ્રાન્સપ્લાન્ટ મેળવનારને ઇમ્યુનોસપ્રેસિવ દવાઓના કારણે ચેપના વધતા જોખમનો સામનો કરવો પડે છે. આ તમામ મુશ્કેલીઓ હોવા છતાં, ટ્રાન્સપ્લાન્ટ દ્વારા હૃદય અને ફેફસાની ગંભીર સમસ્યાઓ ધરાવતા લોકોના જીવનને બચાવી શકાય છે.
પિક્ચર અભી બાકી હૈ...100 વર્ષના ઈતિહાસમાં ભલે ઓગસ્ટ સૂકો પણ સપ્ટે.માં મેઘો બોલાવશે.
ડૉ. સંદિપ અટ્ટવારે તબીબી દૃષ્ટિકોણ શેર કરતાં જણાવ્યું હતું કે, આ દર્દીને બે ગંભીર સ્વાસ્થ્ય સંબધી સમસ્યાઓ હતી. એક ફેફસાજન્ય રોગ હતો જેના કારણે તેમને શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું હતું. બીજો હૃદય રોગ હતો જેના લીધે તેમના હૃદયને પૂરતું લોહી મળતું ન હતું અને છાતીમાં દુખાવો થયો હતો. આ બંને સમસ્યાઓ જવલેણ હતી, અને તેમને ઝડપી અને સચોટ તબીબી સહાયની જરૂર હતી. અમે તેમનો જીવ બચાવવા અંગોનું દાન કરનાર પરિવારનો આભાર માનીએ છીએ.
સમગ્ર દેશમાં PLI રોકાણમાં ગુજરાતનો દબદબો! સોલાર પીવી સેક્ટરમાં મેળવી અનોખી સિદ્ધિ