અમદાવાદ: શહેરના ગ્યાસપુર ખાતે પ્રાણીઓ માટે રાજ્યનું પ્રથમ સીએનજી સ્મશાન બનવા જઈ રહ્યું છે. સાંભળીને ઝટકો લાગ્યોને... પરંતુ આ હકીકત છે. અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ પશુઓ માટેનું સ્મશાન બનશે. અમદાવાદમાં દૈનિક સરેરાશ 40-50 પશુઓના મૃત શરીરના નિકાલનો પ્રશ્ન ઉભો થાય છે, ત્યારે તેની કામગીરી મનપા કોન્ટ્રાકટ આપીને કરાવડાવે છે. પણ હવે પશુઓના મૃત શરીરનો યોગ્ય નિકાલ થાય અને કોઈની લાગણી ન દુભાય તે આશયથી સ્મશાન બનાવવામાં આવશે. આ સ્મશાન ગ્યાસપુર ખાતે બનાવવામાં આવશે. જેમાં 500 કિલો વજનની ક્ષમતાવાળી બે ઇલેક્ટ્રિક ભઠ્ઠી મુકવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદના ગ્યાસપુર ખાતે પ્રાણીઓ માટે રાજ્યનું પ્રથમ સીએનજી સ્મશાન બનવા જઈ રહ્યું છે. આ સ્મશાન એક કરોડના ખર્ચે તૈયાર થશે. જેમાં પોસ્ટમોર્ટમ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. જેથી આગામી દિવસોમાં પ્રાણીઓના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે અન્યત્ર નહીં મોકલવા પડે.


અત્યારસુધી નિયમોનુસાર ડેઝિગ્નેટેડ એરિયામાં નાનામોટા પ્રાણીઓના મૃતદેહને દાટી દેવાતા હતા. જેથી હવે પ્રદૂષણ થતું અટકાવવા અને નિયમોનુસાર સીએનજી સંચાલિત સ્મશાન બનાવાનું નક્કી કર્યું હતું. જેમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ સીએનજીની ભઠ્ઠી 35 લાખની રકમ ફાળવાઇ છે તે સહિત કોપોરેશનના સહયોગથી કરોડના ખર્ચે આ સ્મશાન ગૃહ તૈયાર થશે.


અગાઉ પ્રાણીઓના અંતિમક્રિયામાં જે પાંચ કલાક થતાં હતા તે હવે એકથી બે કલાકમાં જ થઈ જશે. સ્મશાનગૃહના મોર્ડન બિલ્ડિંગ બનશે, જેમાં મૃત્યુ પામેલા પક્ષી કે પાણીનું પોસ્ટમોર્ટમ કરવા માટે એક અલાયદો રૂમ પણ બનાવાયો છે. ઉપરાંત પોસ્ટમોર્ટમ કરનારા ડોકટર માટે વોશરૂમની વ્યવસ્થા કરાઇ છે. અમદાવાદના ગ્યાસપુર ખાતે અંદાજે એક કરોડના ખર્ચે સીએનજી સ્મશાન ગૃહ તૈયાર થઇ જશે . જેમાં પોસ્ટમોર્ટમ રૂમ પણ બનાવાયો છે, એટલે ત્યાં જ પ્રાણી અને પક્ષીઓનું પોસ્ટમોર્ટમ કરીને તેના સેમ્પલ એકત્ર કરાશે. 


જુઓ આ પણ વીડિયો:-