વડોદરા : શહેરમાં ગુજરાતનો પ્રથમ ઓવરબ્રિજ રૂફટોપ સોલાર પ્લાન્ટ અકોટો-દાંડીયા બજાર પૂલ પર કાર્યરત છે. આ સોલાર પાવર પ્લાન્ટે નવ મહિનામાં 50 લાખની સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કર્યું છે. અકોટા બ્રિજ પર લાગેલી સોલાર પેનલે 9 જ મહિનામાં 8 લાખ યુનિટ વિજળી ઉત્પન્ન કરી હતી. મે મહિનામાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત કરાયેલ યુનિક પ્રોજેક્ટ માટે 252 મિટરની લંબાઇ અને 40 મિટર પહોળાઇ અને 15.33 મિટરની ઉંચાઇ સાથે 11200 ચોરસ ફૂટ વિસ્તારનું 23.25 કરોડના ખર્ચે કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રીના સમયે આ બ્રિજ ઝળહળે છે આ ઉપરાંત રૂફટોપ સોલાર નીચે ડેકોરેટિવ કલર લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે. અકોટા બ્રિજ પર 325 વોટ પાવરની કુલ  3024 પેનલ મુકાઇ છે. 70 કિલો વોટના 14 સોલાર ઇન્વર્ટર અને હજાર કિલોવોટના એમ્પિયરની ક્ષમતાનું પાવર ટ્રાન્સફોર્મર મુકાયું છે. સોલાર પેનલ બ્લુ વેફર મટિરીયલમાંથી બની છે. જે એલ્યુમિનિયમ અને કોપરની બનેલી હોય છે. સૂર્યપ્રકાશના રેડિએશનથી બ્લુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે અને વિજળીનું ઉત્પાદિત કરે છે. 



મે-2021થી જાન્યુઆરી-2022 સુધીમાં માસવાર ઉત્પાદિત સૌરઊર્જાના યુનિટ અનુક્રમે જોઇએ તો ગત મે માસમાં 29910, જુનમાં 124920, જુલાઇમાં 109680, ઓગસ્ટમાં 82020, સપ્ટેમ્બરમાં 22620, ઓક્ટોબરમાં 122175, નવેમ્બરમાં 105315, ડિસેમ્બરમાં 88950 અને જાન્યુઆરીમાં 106410 યુનિટ સૌરઊર્જાનું ઉત્પાદન થયું છે. આ નવ માસમાં કૂલ 792000 યુનિટ સ્વચ્છ વીજ ઉત્પાદન થયું હતું. 


આ વિજળીને મધ્યગુજરાત વિજકંપની દ્વારા 6.7ની કિંમતે ખરીદવામાં આવે છે. 47,33,550 નો સીધો ફાયદો નવ માસમાં થયો છે. ટ્રાન્સફોર્મર ચાલુ રાખવા માટે ઉપરાંત રાત્રે વપરાયેલા યુનિટ સાથે ગણવામાં આવે તો 50 લાખથી પણ વધારેનું વિજળીનું ઉત્પાદન થયું છે. જે કોર્પોરેશનને સીધો જ ફાયદો થયો છે.