ગુજરાત : રાજ્યભરમાં જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે. રાજ્યમાં ૩૫ હજારથી વધુ કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નના પરિપેક્ષમાં કોઈ નિવેડો ન આવતાં તેમણે આ જાહેરાત કરી છે. પગારની વિસંગતતાઓ દૂર કરવાથી માંડીને ૧૩ જેટલા પડતર પ્રશ્નો સંદર્ભે વખતો વખત સરકારમાં રજૂઆત કરવા છતાં ન તેનો નિવેડો આવ્યો નથી. છેલ્લા કેટલાય સમયથી પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. કાળી પટ્ટી ધારણ કરવી, ધરણા કરવા જેવા કાર્યક્રમો આપ્યા બાદ સરકાર ન સાંભળતા આજે એક દિવસ માટે માસ સીએલ પર ઉતરી ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે કર્મચારીઓની માંગણી : 


  • પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેક્નિકલ કર્મચારી ગણવા

  • રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવો

  • તાલુકા જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યા અપગ્રેડ કરવી

  • જિલ્લા મેલેરિયા અધિકારીમાં મેલેરિયા સુપરવાઈઝર અને લેબ ટેક. પેથોલોજી અને જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ 2 તરીકે બઢતી આપવી

  • નવા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજૂર કરી જગ્યાઓ ભરવી

  • જિલ્લા કક્ષાની ખાલી સુપરવાઇઝરની જગ્યાઓ બઢતી આપી ભરવામાં આવે

  • પંચાયત સેવાના કર્મીઓને નામભિધાન ફાર્મસીસ્ટ કરવા બાબત

  • ગ્રામ્ય કક્ષાએ મહિલા પેટા કેન્દ્રમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જગ્યા મંજુર કરવા બાબત

  • તાલુકા આરોગ્ય કચેરી ખાતે ફાર્મસીસ્ટની નવી જગ્યા ઉભી કરવામાં આવે

  • GNM કેડરમાં પંચાયતને નર્સિંગ અલાઇન્સ, યુનિ, વોશિંગ વગેરે અલાઉન્સ સ્ટેટ સ્ટાફ નર્સની જેમ લાભ આપવામાં આવે

  • આરોગ્ય અને મેડિકલ પ્રભાગના લેબ ટેક.ને ROP 1987થી પગારપંચ મુજબ 1400 - 2300ના બદલે 1400-2600 નો પગાર સુધારેલ છે, જે પંચાયતના લેબ ટેકને આપવાની માગ

  • લેબ ટેક.ને તાલુકા કક્ષાએ MSની જગ્યા પર શૂન્ય બજેટમાં લેબ સૂપરવાઇઝર તરીકેની કામગીરી સોંપી કામગીરી સુદ્રઢ કરવામાં આવે.


રાજ્યભરના કર્મચારીઓ માસ સીએલ પર


  • વડોદરા આરોગ્ય વિભાગના 567 કર્મચારીઓ ઉતર્યા માસ સીએલ પર ઉતર્યાં. કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઇને આંદોલન કરશે. સરકાર સામે વિરોધમાં ગાંધીગીરી કરશે. સ્વચ્છતા અભિયાન અને બ્લડ ડોનેશન કરશે.

  • રાજકોટ જિલ્લા પંચાયતના 800 કર્મચારી માસ CL પર ઉતર્યાં. તેમણે કહ્યું કે, માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી 15 તારીખથી અચોક્સ મુદત હડતાલ પર જશે

  • સુરત જિલ્લા આરોગ્ય કર્મચારી 850 કર્મચારી આજે માસ સીએલ પર ઉતર્યાં