GUJARAT નું ઐતિહાસિક રસીકરણ: નવા 27 કેસ, 35 સાજા થયા, એક પણ મોત નહી
ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. ધીરે ધીરે કેસ ઘટી રહ્યા હતા પરંતુ આજે કેસમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 27 કેસ નોંધાયા છે. જે કાલે 21ની તુલનાએ 6 કેસ વધારે છે. જો કે બીજી તરફ 35 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,549 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાના દરમાં પણ 98.75 ટકાએ પહોંચ્યો છે.
ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. ધીરે ધીરે કેસ ઘટી રહ્યા હતા પરંતુ આજે કેસમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 27 કેસ નોંધાયા છે. જે કાલે 21ની તુલનાએ 6 કેસ વધારે છે. જો કે બીજી તરફ 35 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,14,549 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાથી સાજા થવાના દરમાં પણ 98.75 ટકાએ પહોંચ્યો છે.
રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3.25 કરોડથી વધારે લોકોને રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. પ્રતિમિલિયન રસીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે. કુલ 3.25 કરોડથી વધારે રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. જુલાઇ 2021માં રસીકરણ મહાઅભિયાન અંતર્ગત વિક્રમજનક રસીકરણ થયું અને 75,06,756 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 252 એક્ટિવ કેસ છે જે પૈકી 06 લોકો વેન્ટીલેટર પર છે. 246 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,549 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10076 દર્દીઓનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ મોત નથી થયું જે સકારાત્મક બાબત છે.
જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 808 લોકોને રસીનો પ્રથમ અને 5392 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારે ઉંમરના 54660 લોકોને રસીનો પ્રથમ અને 38526 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 163461 લોકોને રસીનો પ્રથમ અને 45800 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,08,647 લોકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધી ગુજરાતમાં કુલ 3,32,66,850 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube