Independence Day - મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ત્રિરંગો લહેરાવ્યો
હાલ સમગ્ર દેશ 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વમાં નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ :હાલ સમગ્ર દેશ 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી છોટાઉદેપુરમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી છોટાઉદેપુરમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ રાષ્ટ્રીય પર્વમાં નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્ય દિને મુખ્યમંત્રીનુ સંબોધન
મુખ્યમંત્રીએ સ્વાતંત્ર્ય દિવસના સંબોધન કરતા કહ્યું કે, ‘વિકાસની તેજ રફ્તાર જાળવી રાખવા આપણે સંકલ્પ બદ્ધ છીએ. ડીપ સી પાઈપલાઈન દ્વારા પ્રદૂષણ મુક્ત ગુજરાત બનાવવું છે. યુવાનોમાં કૌશલ્ય નિર્માણ કરવા પણ વધુ ભાર આપી રહ્યાં છે. સરકારી નોકરીમાં દોઢ લાખથી વધુ ભરતી કરી છે. વડાપ્રધાન નવા ભારતનો સંકલ્પ કર્યો છે, ગુજરાત તેની લીડ લેવા આતુર છે. નવા ગુજરાતના નિર્માણનું સંકલ્પ આઝાદીના પર્વથી કરીએ. બધાને આઝાદીના દિવસની શુભકામનાઓ પાઠવું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય...’
Photos : દેશભક્તિનું જીવતુજાગતુ ઉદાહરણ એટલે પાટણના અહેમદ ચાચા
15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સીએમ રૂપાણીએ પ્રજાજોગ સંદેશમાં જનતાને સંબોધતાં સંકલ્પ કર્યો હતો કે, પીએમ મોદીના ન્યૂ ઈન્ડિયાના સંકલ્પમાં ગુજરાત અગ્રેસર રહેશે અને નવા હિન્દુસ્તાનને આગળ વધારવામાં ગુજરાત મહત્વનો ફાળો અદા કરશે. બુધવારે મોડી સાંજે છોટાઉદેપુરના ડોન બોસ્કો સ્કૂલમાં વિશાળ મહિલા સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે નારી શક્તિને શુભકામનાઓ પાઠવીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આપણા દેશના દરેક પર્વમાં નારીનું મહત્વ ઘણું છે. 73 વર્ષમાં પ્રથમ વખત દેશનું બજેટ એક મહિલાએ રજૂ કર્યું. એટલે જ મહિલાઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.
છોટાઉદેપુરમાં ધ્વજવંદન કાર્યક્રમને પગલે વહીવટી તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી હતી. છોટાઉદેપુરમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. ડીજીપી શિવાનંદ ઝા અને મુખ્ય સચિવ જે.એન.સિંહ પરેડ મેદાન પર હાજર રહ્યા હતા. આ પ્રસંગે ભારતીય વાયુદળના હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરાશે. પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગીતની સૂરાવલી રજૂ કરાઈ હતી. ધ્વજવંદન દ્વારા પોલીસ દ્વારા પણ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે. મહિલા પોલીસ રાઈફલ ડ્રિલ રજૂક રશે. તો પોલીસ દ્વારા બાઇક સ્ટંટ, ડોગ શો, અને શ્વાન શોનું પ્રદર્શન કરાશે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સ્વતંત્રતા દિવસ પર સૌથી વધુ આકર્ષિત બન્યું સુરત
સ્વતંત્રતા દિવસની ઉજવણી આ વખતે સૌનું ધ્યાન સુરત શહેરે ખેંચ્યું હતું. સુરત એરપોર્ટને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. સુરત એરપોર્ટને 15 ઓગસ્ટના પર્વને લઈને લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ એરપોર્ટ પર કરાયેલી આ આ રોશની જોઈ સુરતીઓ અભિભૂત થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં પહેલી વખત ત્રિરંગો લહેરાવવાની ખુશી આ વખતે ગુજરાતમાં સૌથી વધુ દેખાઈ રહી છે અને એટલે જ ગુજરાત આ વખતે અનોખી રીતે 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને અનોખી રીતે ઉજવી રહ્યું છે.