હિતલ પારેખ/ ગાંધીનગર : કલોલ નાં પુર્વ નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતાં વધું બેનામી સંપત્તિનો મામલે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ગાંધીનગર સેક્ટર 7 સ્થિત વિરમ દેસાઈનાં બંગલાને સીલ કરવામાં આવ્યો હતો. એસીબી દ્રારા બંગલા પર નોટિસ લગાવીને બંગલો સીલ કરાયો હતો. બે પોલીસ કર્મીને પણ બંગલા બહાર ફરજ પર મુકાયા. 30 કરોડ કરતા વધું બેનામી સંપત્તિનો કેસ ગઇ કાલે એસીબીએ કલોલનાં પુર્વ નાયબ મામલતદાર વિરમ દેસાઈ પર દાખલ કર્યો હતો. વિરમ દેસાઈની ગાંધીનગરમાં આવેલી તમામ મિલ્કતોને પોલીસ દ્વારા સીલ મારવામાં આવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાંત્રિકે કહ્યું રૂપિયાનો વરસાદ કરાવીશ અને ફોરેસ્ટર સાધુ બન્યા, પૈસાનો વરસાદ થાય તે પહેલા...


ગાંધીનગરના સેક્ટર-7 માં આવેલા નિવાસ્થાન, સેક્ટર 11 માં આવેલી ફાઈનાન્સ પેઢીને સીલ મારવામાં આવ્યું હતું. વિરમ દેસાઈની પોલીસ દ્વારા શોધખોળ આદરવામાં આવી છે. બે દિવસ પછી પણ વિરમ દેસાઈ અને તેમનો પરિવાર પોલીસને હાથ લાગ્યો નથી. તેવામાં હાલ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ દ્વારા અલગ અલગ અલગ ટીમો બનાવીને તેને શોધવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે, વિરમ દેસાઇની માહિતી બહાર આવ્યા બાદ સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી ગયો છે. 


આવું પણ બને? સરકારે બ્રિજ માટે 60 કરોડ ફાળવ્યા પણ કોન્ટ્રાક્ટરે પાણીના ભાવે તૈયાર કર્યો બ્રિજ


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કથિત વિકાસ અને ભ્રષ્ટાચાર ઉન્મુલનનાં દાવાઓ વચ્ચે એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કલોકનાં નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઇ પાસેથી કરોડો રૂપિયાની મિલ્કતનો ખુલાસો કરતા ખળભળાટ મચી ગયો છે. વિરમ દેસાઇ પાસેથી કરોડોની મિલ્કત મુદ્દે એસીબી દ્વારા કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. વિરમ દેસાઇ પાસેથી કુલ 11 દુકાનો, કરોડોનાં પ્લોટ સહિત કુલ 33.47 કરોડ રૂપિયાની બેનામી મિલ્કત મળી આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube