ગુજરાત રાજ્યસભા: નારાજ ધારાસભ્યોનાં નામે કોંગ્રેસ-ભાજપ બંન્નેએ જીતના દાવા ઠોક્યા
ગુજરાતમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ અંગત કારણોસર બે દિવસ પહેલા રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અગાઉ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હોવાના અહેવાલો હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની વિધાનસભાના અધ્યક્ષશ્રીએ પણ કબુલાત કરી છે.
અમદાવાદ : ગુજરાતમાં કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ થયેલી જોવા મળી રહી છે. રાજ્યસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યો ધડાધડ રાજીનામા આપવા માંડ્યા છે. મળતી માહિતી મુજબ ગઢડાના ધારાસભ્ય પ્રવીણ મારુએ અંગત કારણોસર બે દિવસ પહેલા રાજીનામું આપી દીધુ હોવાના અહેવાલો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અગાઉ કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં હોવાના અહેવાલો હતાં. કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાની વિધાનસભાના અધ્યક્ષશ્રીએ પણ કબુલાત કરી છે.
ભાવનગરમાં જંગલરાજ: ઉઘરાણીના પૈસા મુદ્દે વેપારીની ઘાતકી હત્યા
જો કે અધ્યક્ષશ્રીએ આ ધારાસભ્યોના નામની સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. પરંતુ આ ધારાસભ્યોના નામ મંગળ ગાવિત, જે વી કાકડિયા, સોમાભાઈ પટેલ અને પ્રદ્યુમ્ન જાડેજા હોવાનું કહેવાય છે. આ બાજુ કોંગ્રેસ પણ ધારાસભ્યોને બચાવવા માટે ભરપૂર પ્રયત્નો કરી રહી છે. અમિત ચાવડા અને પરેશ ધાનાણી વચ્ચે આજે બેઠક યોજાઈ છે. તેમણે કોઇ પણ ધારાસભ્ય દ્વારા રાજીનામું નહી અપાયું હોવાની અને માધ્યમોમાં ખોટી અફવા ભાજપ દ્વારા ફેલાવાઇ હોવાનો દાવો કર્યો હતો.
સુરતમાં ACB નો સપાટો: કમિશ્નર અંતર્ગત આવતા વિભાગનાં કર્મચારીને લાંચ લેતા ઝડપી લીધો
જો કે બીજી તરફ મોડી રાત્રે કોંગ્રેસી ધારાસભ્યોની ખરીદ વેચાણ વચ્ચે કોંગ્રેસનાં ઉચ્ચ નેતાઓની બેઠક મળી હતી. કોંગ્રેસનાં નેતાઓની બેઠકમાં ફોર્મ પાછુ ખેંચવા મુદ્દે અસંતોષ હોવાનું પણ સુત્રો જણાવી રહ્યા છે. જો કે બીજી તરફ બેઠક પુર્ણ થયા બાદ અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ ખુબ જ માપી તોલીને ટુંકા નિવેદન આપ્યા હતા. જેમાં તેમણે બંન્ને બેઠકો પોતે જ જીતશે તેવો દાવો તો કર્યો જ હતો સાથે સાથે જણાવ્યું કે તેમના વજનનાં તોલે પૈસા જોખીને તેને ખરીદવામાં આવ્યા હોવાનો પણ કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. જો કે કોંગ્રેસે દાવો કર્યો હતો કે, ભાજપનાં અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા અમને સમર્થન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube