ગાંધીનગર: રાજ્ય (Gujarat) માં ચાલી રહેલા કોરોના સંક્રમણ (Coronavirus) ના કારણે બાળકો શાળાએ આવતા ન હોવા છતાં શાળાનો સમય આખા દિવસનો રાખવામાં આવ્યો હતો. જેથી શિક્ષકો (Teacher) માં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘે માંગણી કરી હતી કે જુલાઇ (July) થી શાળાઓનો સમય સવારનો કરવામાં આવે. જે માંગણી સ્વિકારી લેવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને પત્ર લખીને 31 જુલાઇ સુધી શાળાનો સમય સવારનો કરવાની સૂચના આપી છે.  

Olympics 2021: 60 વર્ષમાં પ્રથમવાર ગુજરાતના ખેલાડીઓ ઓલમ્પિક રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે


અત્રે ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ત્રીજી લહેર બાળકોને સંક્રમિત કરી શકે છે. જેથી રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસ ઘટી રહ્યા હોવા છતાં શાળાઓ ખોલવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube