બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાતની ખાલી પડેલી બે રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારો જાહેરાત કરવામાં આવી છે. ભાજપ દ્વારા કેન્દ્રીય વિદેશ મંત્રી ડો. એસ જયશંકર અને ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા જુગલજીને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. વર્તમાન વિદેશમંત્રી એસ. જયશંકર અગાઉની ભાજપ સરકારમાં વિદેશ સચિવ બનવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્તમાન ભાજપ સરકારમાં એસ. જયશંકરને વિદેશ મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. એસ. જયશંકર ચૂંટણાયેલા વ્યક્તિ ન હોવાથી તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. વર્તમાન વિદેશ મંત્રી 2015માં ભારતના વિદેશ સચિવ તરીકે કામ કરી ચૂક્યા છે. 


ગુજરાત રાજ્યસભાની બે સીટ માટે ભાજપે આ ઉમેદવારના નામ કર્યા જાહેર


જાણો કોણ છે વિદેશ મંત્રી એસ જયશંકર 


  • ડો એસ જયશંકર નો જન્મ દિલ્હીમાં 9 જાન્યુઆરી 1955માં થયો હતો

  • ડો એસ જયશંકરે પોલિટિકલ સાયન્સ માં માસ્ટર્સ કર્યું છે

  • ડો એસ જયશંકરે JNU માં PhD કર્યું છે 

  • 1977 ની બેચમાં IFS અધિકારી તરીકે શરૂઆત કરી હતી

  • 1985 થી 1988 ભારતીય એલચી કચેરીમાં સેક્રેટરી તરીકે વોશિંગટનમાં કામ કર્યું 

  • 1988-1990 માં શ્રીલંકામાં ભારતીય શાંતિ સેનાના રાજકીય સલાહકાર તરીકે કામ કર્યું

  • 1990-1993 માં બુડાપેસ્ટ માં કામ કર્યું

  • 1996-2000 દરમિયાન જાપાનની ટોક્યો ખાતેની ભારતીય એલચી કચેરીમાં ફરજ બજાવી

  • 2007-2009 દરમિયાન સિંગાપોરમાં ભારતના હાઈકમિશ્નર તરીકે સેવા આપી

  • ચીન માં ભારતીય રાજદૂત તરીકે સૌથી વધુ વર્ષ કામ કર્યું

  • છેલ્લા 10 વર્ષમાં 2012માં તિબેટની મુલાકાત લેનાર પહેલા ભારતીય એમ્બેસેડર બન્યા

  • 2015માં ભારતના વિદેશ સચિવ બન્યા ડો એસ જયશંકર

  • 30 મે 2019 ના રોજ પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત થયા ડો એસ જયશંકર

  • ભારત-અમેરિકા, ભારત-ચીન અને ભારત-જાપાનના દ્વિપક્ષીય સંબધો મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી