IBM (NYSE: IBM) એ આજે ગાંધીનગર ભારતમાં પોતાનું નવું IBM કન્સલ્ટિંગ ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટર (CIC) શરુ કરવાની જાહેરાત કરી છે. IBM કન્સલ્ટિંગે સમગ્ર દેશમાં નોન-મેટ્રો અને ઉભરતા શહેરોમાં ગાંધીનગરની 12મા શહેર તરીકે પસંદગી કરી છે. આ સાથે ટેલેન્ટ પૂલમાં પ્રવેશ મેળવવા અને વિસ્તૃત તકો પ્રદાન કરવા ઉપરાંત, કેન્દ્ર આ ક્ષેત્રમાં ડિજિટલ પરિવર્તન અને આર્થિક વૃદ્ધિને વધુ ઝડપી બનાવવામાં મદદ કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના સમૃદ્ધ ટેલેન્ટ પૂલની સંભવિતતાને અનલૉક કરીએ!
ગાંધીનગરમાં નવા IBM કન્સલ્ટિંગ ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટરના પ્રારંભ વિશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, "ગુજરાત સતત દેશ માટે સીમાચિહ્નો સ્થાપિત કરે છે કારણ કે ડિજિટલ ઈન્ડિયાનું વિઝનને પૂરું કરવા એ પોતાની ડિજિટલ ટ્રાન્સફોર્મેશનની યાત્રામાં આગળ વધી રહ્યું છે અને તેને સાકાર કરવામાં યોગદાન આપી રહ્યું છે. IBM જેવા ઉદ્યોગના અગ્રણીઓ સાથેનો અમારો સહયોગ આ સફળતાનો એક ભાગ છે અને તે ગુજરાતની આગળની વિચારસરણીની નીતિઓના અસરકારક મૂલ્ય પ્રસ્તાવનો પુરાવો છે. IBMની નવી IBM કન્સલ્ટિંગ CIC દ્વારા ગાંધીનગર સુધી પોતાની કામગીરીનું વિસ્તરણ આગળ વધશે. અમારી IT ઇકોસિસ્ટમને મજબૂત બનાવીએ અને ગુજરાતના સમૃદ્ધ ટેલેન્ટ પૂલની સંભવિતતાને અનલૉક કરીએ."


IBM કન્સલ્ટિંગ જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હાઇબ્રિડ ક્લાઉડ અને સાયબર સિક્યુરિટી સહિતના મુખ્ય ટેક્નોલોજી ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેન્દ્રનો લાભ લેવાની યોજના ધરાવે છે. આ સિક્યુરિટી એન્જિનિયરિંગ ટેલેન્ટ પૂલને સાયબર સિક્યુરિટી પ્લેટફોર્મ્સ અને ઓટોમેટીક  થ્રેટ મેનેજમેન્ટ, ઇમ્પ્રુવિંગ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ અને પ્રો એક્ટિવલી પ્રીપેરીંગ  ક્લાયન્ટ્સને સક્રિય રીતે તૈયાર કરવા માટે એક્સિલરેટર્સ બનાવવા માટે પણ લાભ આપશે.


IBM કન્સલ્ટિંગ હવે 12 CIC સ્થાનો પરથી કાર્યરત
IBM કન્સલ્ટિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ જ્હોન ગ્રેન્જરે કહ્યું કે,  ભારત અમારી વૃદ્ધિ વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે. અમારા સીઆઈસી નેટવર્કનું ગાંધીનગર સુધી વિસ્તરણ અમારી એસેટ લીડ IT સેવાઓની ડિલિવરીને સ્કેલ કરશે અને વિશ્વભરના અમારા ગ્રાહકો અને ભાગીદારો માટે અમારા મૂલ્યના પ્રસ્તાવને વધારશે. આ અમને જનરેટિવ AI અને સાયબર સિક્યુરિટી દ્વારા સંચાલિત ઉત્પાદકતા માટેની વધતી જતી ક્લાયન્ટની માંગને સંબોધવામાં મદદ કરશે, જે વ્યવસાયો કેવી રીતે કાર્ય કરે છે તે મૂળભૂત રીતે બદલી રહ્યું છે. ગાંધીનગરમાં વિસ્તૃત હાજરી હાલના કર્મચારીઓ માટે તકોનું સર્જન કરશે તેમજ શહેર અને તેની આસપાસના શૈક્ષણિક ઇકોસિસ્ટમમાંથી ગ્રેજ્યુએટ હાયર સહિતની સંભવિત પ્રતિભાનો ઉપયોગ કરવા IBMને સક્ષમ કરશે.  IBM કન્સલ્ટિંગ હવે ભારતમાં ભુવનેશ્વર, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, પુણે, મૈસુર, કોચી અને કોઈમ્બતુર સહિત 12 CIC સ્થાનો પરથી કાર્ય કરશે.


Red Hat OpenShift પર આધાર
નાણાકીય સેવાઓ ટેલિકોમ્યુનિકેશન્સ અને હેલ્થકેર જેવા નિર્ણાયક માળખાગત ક્ષેત્રોમાં 4,000થી વધુ સરકારી અને કોર્પોરેટ સંસ્થાઓ તેમના ડિજિટલ પરિવર્તનને ઝડપથી, કાર્યક્ષમ અને સુરક્ષિત રીતે પ્રભાવિત કરવા માટે IBM ના હાઇબ્રિડ ક્લાઉડ પ્લેટફોર્મ અને Red Hat OpenShift પર આધાર રાખે છે. AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, ઉદ્યોગ-વિશિષ્ટ ક્લાઉડ સોલ્યુશન્સ અને કન્સલ્ટિંગમાં IBMની પ્રગતિશીલ નવીનતાઓ અમારા ગ્રાહકોને ખુલ્લા અને લવચીક વિકલ્પો પ્રદાન કરે છે.  આ બધાને IBM ની વિશ્વાસ, પારદર્શિતા, જવાબદારી, સમાવેશીતા અને સેવા પ્રત્યેની સુપ્રસિદ્ધ પ્રતિબદ્ધતા દ્વારા સમર્થિત છે.