ચીનમાં ફસાયેલા 17 વિદ્યાર્થીઓને હેમખેમ બચાવી લેવાયા, વડનગરના ભાઈ-બહેનનું જીવન હજી પણ જોખમમાં
ચીનમાં જે રીતે કોરોના વાયરસ (coronarvirus)નો કહેર ફેલાયો છે, તે જોતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિશ્વના અન્ય દેશો ચેકિંગ વગર ચીનમાંથી એક ટાંકણી પણ પોતાના દેશમાં આવવા દેતા નથી. ત્યારે હાલ ભારતમાં કેટલાક લોકો ચીનમાં ફસાયા છે. ત્યારે 23 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા હોવાનું કહેવયા છે. ત્યારે જુનાગઢના 6 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. જુનાગઢના 4 વિદ્યાર્થીઓ ગઈ કાલે પરત ગુજરાત આવ્યા હતા. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વિદેશમંત્રી જયશંકરને વાત કરતા ત્વરિત પગલાં લેવાયા હતા. પોતાના સંતાનો પરત ફરતા માતાપિતાએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો.
અમદાવાદ :ચીનમાં જે રીતે કોરોના વાયરસ (coronarvirus)નો કહેર ફેલાયો છે, તે જોતા સમગ્ર વિશ્વમાં સનસનાટી મચી ગઈ છે. વિશ્વના અન્ય દેશો ચેકિંગ વગર ચીનમાંથી એક ટાંકણી પણ પોતાના દેશમાં આવવા દેતા નથી. ત્યારે હાલ ભારતમાં કેટલાક લોકો ચીનમાં ફસાયા છે. ત્યારે 23 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ચીનમાં ફસાયેલા હોવાનું કહેવયા છે. ત્યારે જુનાગઢના 6 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. જુનાગઢના 4 વિદ્યાર્થીઓ ગઈ કાલે પરત ગુજરાત આવ્યા હતા. આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ વિદેશમંત્રી જયશંકરને વાત કરતા ત્વરિત પગલાં લેવાયા હતા. પોતાના સંતાનો પરત ફરતા માતાપિતાએ લીધો રાહતનો શ્વાસ લીધો હતો.
વેવાઈ-વેવાણનુ ઈલુઈલુ લાંબુ ન ટક્યું, માત્ર 70 હજાર રૂપિયા લઈને ઘરથી ભાગ્યા હતા
મહેસાણા પાલિકાના પ્રમુખની પુત્રી ચીનમાં ફસાઈ
હાલ પણ કેટલાક ગુજરાતીઓ ચીનમાં ફસાયા છે, તેમાં મહેસાણા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકીની પુત્રી કિનલ ચીનમાં ફસાઈ છે. કિનલ સોલંકી હાલ વુહાન સિટી (Wuhan) થી 200 કિલોમીટર દૂર કોલેજમાં ફસાઈ છે. કિનલ સોલંકી MBBSના અભ્યાસ માટે ચીનમાં ગઇ હતી. ત્યારે ઘનશ્યામ સોલંકીએ એમ્બેસી સહિત કોલેજના ડીનને પત્ર લખી દીકરીને પરત લાવવા અપીલ કરી છે.
કૃષ્ણના આદેશથી પાંડવોએ કરેલ રાજસૂય યજ્ઞથી માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધીનો પ્રારંભ થયો
જુનાગઢના વિદ્યાર્થીઓ પરત ફર્યા
ચીનમાં કોરોના વાયરસ (korona virus)ના કહેરની વચ્ચે જુનાગઢના 6 અને રાજકોટના 11 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા છે. જૂનાગઢના 4 વિદ્યાર્થીઓ ગઈ કાલે પરત આવ્યા છે. જેમાં મોનાર્ક સાવલિયા, પ્રવીણ વદર, પલક પટેલ અને યશ બોદર ચીનથી પરત ફર્યા છે. તો આવતીકાલે બીજા ૨૩ વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. તેમાં જુનાગઢનાં બે વિદ્યાર્થીઓ ધવલ મકવાણા અને કરણ વાઘેલા પણ સામેલ છે.
તાજા રિપોર્ટ મુજબ વુહાન કોરોના વાઈરસના કારણે અત્યાર સુધી 106 લોકોના મોત થયા હોવાનો સત્તાવાર આંકડો નોંધાયો છે. તમામ સુરક્ષા ઈન્તેજામ હોવા છતાં સમગ્ર દુનિયામાં લગભગ 4000 લોકો આ ઘાતક ઈન્ફેક્શનની લપેટમાં આવી ગયા છે. વુહાન કોરોના વાઈરસના ચેપનો ભોગ બનેલા અને મૃત્યુ પામેલા મોટાભાગના ચીનના જ લોકો છે. હવે આ વાઈરસ ચીનના બેઈજિંગ અને હુબી શહેરો સુધી પહોંચી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક