તથ્ય વગરની માત્ર રોમાંચક કલ્પના: પ્રેમિકાને ભગાડી જવાની તક આપતો ગુજરાતનો અનોખો મેળો
આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરી માટે માંગુ નાંખવાથી લઈને લગ્ન સુધી ખૂબ સુસ્થાપિત સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અને રસપ્રદ રીતરિવાજો છે અને તેને લગતું સામાજિક બંધારણ છે. ભંગોરિયું કે ભગોરિયું એ હોળી મેળાઓ ની પરંપરાનો ભાગ છે એને ભાગીને લગ્ન કરવા સાથે કોઈ સંબંધ નથી. આ એક રમણીય માન્યતા થી વિશેષ કશું નથી.
ઝી મીડિયા બ્યૂરો: નદીયાં પવન કે ઝોંકે..કોઈ સરહદના ઇન્હેં રોકેં... જો કે સરહદની આ અદ્રશ્ય રેખાઓ લોક સમુદાયોની બોલી,સંસ્કૃતિ, પરંપરાઓ,વિધિવિધાનો,તહેવારો,ઉત્સવો, મેળાઓ,સંગીત,નૃત્ય અને ગીતો,પહેરવેશ અને આભૂષણો ને જુદાં પાડી શકતી નથી. જેનું બોલકું ઉદાહરણ પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર અને મધ્ય પ્રદેશના અલીરાજપુર, ઝાબુઆ ક્ષેત્રોમાં હોળીના તહેવારોના ભાગરૂપે યોજાતા હોળી મેળાઓ છે જેમાં સરહદના ભેદ વગર બંને રાજ્યોના આદિજાતિ સમુદાયો હરખભેર સાથે મળીને માણે છે. આ આદિજાતિ ક્ષેત્રોના હોળી મેળાઓમાં ભંગોરિયા કે ભગુરિયાના નામે ઓળખાતા હોળી પહેલાના સાપ્તાહિક હાટ,હોળી પછી ભરાતા ગેરના મેળાઓ અને ચૂલના મેળાઓનો સમાવેશ થાય છે.
ભંગોરિયા નામને લીધે ઘણાં લોકો છોકરા છોકરીના મન મળી જવા અને છોકરા દ્વારા છોકરીને ભગાડી જવા સાથે જોડે છે. જો કે એ સાવ કોરી કલ્પના છે. આદિવાસી સમુદાયમાં છોકરા કે છોકરી માટે માંગુ નાંખવાથી લઈને લગ્ન સુધી ખૂબ સુસ્થાપિત સામાજિક અને સાંસ્કૃતિક પરંપરાઓ અને રસપ્રદ રીતરિવાજો છે અને તેને લગતું સામાજિક બંધારણ છે. ભંગોરિયું કે ભગોરિયું એ હોળી મેળાઓ ની પરંપરાનો ભાગ છે એને ભાગીને લગ્ન કરવા સાથે કોઈ સંબંધ નથી. આ એક રમણીય માન્યતા થી વિશેષ કશું નથી.
બાઈકથી પણ સસ્તી મળી રહી છે મારૂતિની કાર, કિંમત સાંભળીને તમે ચોંકી જશો
એક સમયે એવું લાગતું હતું કે શહેરમાં નિવાસ અને શિક્ષણને લીધે નવી પેઢીના યુવાનો અને યુવતીઓ આ પરંપરાગત વસ્ત્રો,આભૂષણો, રીવાજો અને તહેવારો થી વિમુખ થઈ જશે.જો કે સદનસીબે એવું થયું નથી.શહેરી અને સુશિક્ષિત યુવા યુવતીઓમાં પોતાના એ વારસાગત વસ્ત્રો,આભૂષણો અને પરંપરાઓ માં રસ જાગ્યો છે,તેઓ લગ્ન પ્રસંગો માટે એ બધું શિવડાવે અને ખરીદે છે તથા પર્વો મેળાઓમાં બેઝિઝક પહેરી,સજીને મહાલે છે. આ યુવા અભિરુચિ આ પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખશે.
ભંગોરીયા એ કોઇ તહેવાર કે મેળા નહીં પણ હોળી ના અગાઉ ના સપ્તાહ માં જે સ્થળે અઠવાડિક હાટ ભરાય છે તે જ સ્થળે હોળીના તહેવાર માટે ની ખરીદી માટે ભરાતો પારંપારિક વિશેષ હાટ છે, જેમાં અહીંના આદિવાસી લોકો હોળી પર્વ માટેની જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત હોળી ના તહેવાર માટે ની વિશેષ ખરીદી માટે ઉમટી પડતા હોય છે, સાથે આદિવાસી વાજિંત્રો વાંસળી તથા મોટલા(ખૂબ મોટા જંગી કદ ધરાવતા) ઢોલ અને કરતાલ ના તાલે નાચગાન કરીને હોળી પૂર્વે ના ભંગોરીયા હાટ ની મોજ માણતા હોય છે.
The Kashmir Files મૂવી HD ક્વોલિટીમાં જોતા પહેલાં વાંચી લેજો આ સમાચાર, મફતની માયાજાળમાં ફસાતા નહી
પહેરવેશ અને ઘરેણાંની વિશેષતા.....
ખાસ કરીને જુવાનિયાઓ અને પહેરવા માટે એક જ ડિઝાઈને તૈયાર કરવામાં આવેલા કપડાં ઉપરાંત આદિવાસી યુવતી ઓ એકજ ડિઝાઇનના કપડાં ઉપરાંત પારંપારિક આભૂષણો જેવા કે ચાંદીના હાર, ચાંદીની હાંહડી,ચાંદીના કલ્લાં ( કડીવાળાં અને મૂંડળીયા, એમ બે પ્રકારના) ચાંદી ના કડાં, ચાંદીના આંમળીયા, ચાંદીના પાંચીયા, ચાંદીના બાહટીયાં, ચાંદીની હાંકળી(સાંકળી), ચાંદીના કહળા (કંદોરા), કેડ ઝૂડો, ચાંદીના લોળીયા, ચાંદીના વિટલા, ચાંદીની ફાંસી વગેરે ખાસ કરીને ચાંદીના જ આભૂષણો નો ભરપૂર ઉપયોગ કરતા હોય છે.
પુરુષોના આભૂષણો...
જ્યારે આદિવાસી યુવાનો ચાંદીના ભોરીયાં, ચાંદીના કડાં ચાંદીના કાંટલા (બટન) ,ચાંદીની કિકરી, કહળો (કંદોરા)વગેરે આભૂષણો થી સજ્જ થઈ ને ભંગોરીયા હાટ ની મજા માણવા ઉમટી પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube