ગુજરાતની યુનિવર્સિટીઓ વિશ્વ સ્તરે ઝળકશે, આ યોજના પર સરકારે કામ શરૂ કર્યું
ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસના સેમિનાર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ બે દિવસીય આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોથી આગળ વધી રહ્યું છે.
નર્મદા : ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી, નર્મદા ખાતે બે દિવસના સેમિનાર શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્ય મંત્રી કુબેર ડિંડોરની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. આ બે દિવસીય આ સેમિનારમાં રાજ્યની તમામ યુનિવર્સિટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને IQAC કો-ઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાત શિક્ષણ ક્ષેત્રે સર્વગ્રાહી અને સર્વસમાવેશક પ્રયાસોથી આગળ વધી રહ્યું છે.
ધર્માંતરણનું હબ બની રહ્યું છે વડોદરા? મુસ્લિમ બાદ હવે ક્રિશ્ચિયન મિશનરી પર ચોંકાવનારા આક્ષેપ
આપણે છેલ્લા સમયગાળા દરમિયાન જોયું છે કે, રાજ્યની યુનિવર્સિટીઓના રેન્કિંગમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકારે શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવા માટે શ્રેષ્ઠત્તમ પ્રયાસો કર્યા છે. આ સેમિનારમાં શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ.જે હૈદર,નેશનલ બોર્ડ ઓફ એક્રેડકિટેશનના સભ્ય સચિવ ડો. એ.કે.નાસા,ચંદીગઢ યુનિવર્સિટીના સતનામસિંઘ સંધુ અને ઉપપ્રમુખ ડો. હિમાની સુદ અને રિસર્ચ ડિન ડો.સંજીત સિંઘ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટવાસીઓ માટે સૌથી મોટા સમાચાર: શંકાસ્પદ ત્રણ સ્થાનિક દર્દીઓનો એમિક્રોન રિપોર્ટ શું આવ્યો?
ઉપરાંત સેમિનારમાં રાજ્યની સરકારી, ખાનગી અને સેક્ટોરિયલ યુનિવર્સિટીના કુલપતિઓ, રજિસ્ટ્રારો અને IQAC કો-ઓર્ડિનેટર સહિતના આશરે ૨૪૦ લોકોએ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે, કોરોના કાળમાં સહુથી મોટું નુકસાન શિક્ષણને થયું છે. પરંતુ રાજ્ય સરકાર અને પ્રાથમિક શિક્ષણ દ્વારા એક કલાક વધુ શિક્ષણનો નિર્ણય કરાયો છે. જેથી આજથીજ દરેકક શાળામાં એક કલ્ક વધુ શિક્ષણ આપી હજારો માનવ કલાક વધુ ભણતર આપવામાં આવશે. હાલ સરકારની SOP નું પાલન કરી ભણતર ચલાવાઈ રહ્યું છે. ત્રીજી લહેરથી ગભરાવવાની જરૂર નથી પરંતુ જાગૃત રહેવાની જરૂર છે. હવે સરકારની નવી SOP આવશે તે મુજબ ગુજરાત સરકાર કામ કરશે. આ ઉપરાંત ઊંઝાના ધારાસભ્ય સ્વ.આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube